SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ સંગ્રહ ૬ (૧૬) શ્રી બીજની સ્તુતિ ચંદા અજીવાળી બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો. ૧ વીશ વિરહમાન જિનને વંદુ રે, જિનશાસન દેખી આનંદુ રે; ચંદા એટલું કામ મુજ કરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો રે. ૨ શ્રી સીમંધર જિનની વાણી રે, તે તો અમીય પાન સમાણી રે; ચંદા તુમે સુણી અમને સુણાવો રે, ભવસંચિત પાપ ગુમાવો૨ે. ૩ શ્રી સીમંધર જિનની સેવા રે, તે તો શાસન આનંદ મેવા રે; ચંદા હોજો સંઘના ત્રાતા રે, વૃષભ લંછન ચંદ્ર વિખ્યાતા રે. ૪ ૬ (૧૭) શ્રી બીજની સ્તુતી દિન સકલ મનોહર, બીજ દિવસ સુવિશેસ; રાય રાણા પ્રણમે, ચંદ્રતણી જ્યાં રેખ; તીહાં ચંદ્ર વિમાને શાશ્વતા જિનવર જેહ, હું બીજ તણે દિન, પ્રણમું આણી નેહ. અભિનંદન ચંદન, શીતલ શીતળનાથ, અરનાથ સુમતિજિન, વાસુપૂજ્ય શિવ સાથ; ઈત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિર્વાણ, હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ. ૨ પરકાશ્યો બીજે, દુવિધ ધર્મ ભગવંત, જેમ વિમલ કમલ દોય, વિપુલ નયન વિકસંત; આગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય વ્યવહાર, બીજે સવિ કીજે, પાતિકનો પરિહાર. ૩ ગજગામિની કામિની, કમલ સુકોમલ ચીર, ચક્કેસરી કેસર, સરસ સુગંધ શરીર; કર જોડી બીજે, હું પ્રણમું તસ પાય; એમ લબ્ધિવિજય કહે, પૂરો મનોરથ માય. ૪ ૫૯ ૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy