________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
રિખવાદિક જિનવર ચિત્તકરી, મેં લબ્ધિમાંહી લીલ કરી; આજ સખીરે મુજ રંગ રળી, જેમ દૂધમાંહી સાકર ભળી. ૨ ભગવંત ભાખે તત્તિ કરી, આણંદ ચાલ્યો પુન્ય ભણી; આગમ આરાધો નરનારી, આગલ પામો સુખ ભારી. ૩ રૂમઝુમ કરતી રંગ રળી, નિર્વાણ દેવી તુજ્જખરી; સહુ સંઘના વિઘ્ન હરે દેવી, વિજય જશની આશ ફળે એવી. ૪
૬ (૧૪) શ્રી કુંથુનાથ જિન સ્તુતિ
કુંથુજિન આણા શિરધરી, ભવિ ઝટપટ લ્યો શિવસુંદરી; ચક્રી છઠ્ઠા મુજ મન વસ્યા, અતિ અંતરભાવો ઉલસ્યાં. ૧ ચોવીશ જિન દિલ ધારીએ, ચોવીશ દંડક દૂર વારિયે; ચોવીસી ગુણગણ છે ભરી, તે સેવી લ્યો ભવજલ તરી. ૨ નયન ત્રીજું છે જ્ઞાન ખરૂં, સવિ નયનોમાં એ નયન વૐ; એથી લોકાલોક દેખીયે, શિવવહુનું મુખડું પેખીયે. ૩ ગરૂડ બલા દેવ દેવીઓ, અહર્નિશ પ્રભુ પદ સેવીઓ; હરો વિઘ્ન શાસન જયકરુ, સૂરિલબ્ધિથી સહાય કરૂં. ૪
૬ (૧૫) શ્રી અરનાથ સ્તુતિ
અરનાથ સનાથ કરો સ્વામી, મેં તુમ સેવા પુણ્ય પામી; કરું વિનિત લળી લળી શિર નામી, આપો અવિચલ સુખકામી. ૧ જિનરાજ સવે ૫ ઉપગારી, જિણે ભવની ભાવઠ સિવ વારી; તે પ્રણમો સહુએ નરનારી, ચિત્તમાંહી શંકા સવિવારી. ૨ આગમઅતિ અગમ અછે દરિયો, બહુ નય પ્રમાણ રયણે ભરિઓ; તેહને જે આવી અનુરિઓ, તે ભિવ ભવસંકટ તરિયો. ૩ શ્રી શાસનસુરી રખવાલિકા, કરે નિત્ય નિત્ય મંગલમાલિકા; શ્રી જ્ઞાનવિમલ પ્રભુ નામ જપે, તે દિનદિન તરણી પેરે તપે. ૪
૫૮