SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ સંગ્રહ દશરથરાય સુત નંદાનંદન, પ્રણમે સુરનર પાયજી, જન્મજરા મરણ તાપ સમાવા, અહર્નિશ ગુણ ગણ ગાયજી. ૧ અતીત અનાગત હુઆ હોશે, જિનવર અનંત અપારજી, વિહરમાન જિન વિચરે વિશે, મહાવિદેહ મઝારજી; રૂષભ ચંદ્રાનન વારિખેણ, વલી વર્ધમાન એ ચારજી, ચાર નિખેડે સવિજિન સેવો, જિમ પામો ભવપારજી. ૨ અત્તા પરંપરા આગમ જિનવર, ગણધર સામે દાખ્યુંજી, સૂત્રથી મુનિવરને આપ્યું, સુરનરને અરથ ભાખ્યુંજી; સાધુ સૂરિ ઉવઝાય વિધિસ, ભણી ગણી ચિત્તમાં રાખ્યુંજી, સુલભ બોધિ અલ્પ સંસારી, તેણે અનુભવ ચાખ્યુંજી. ૩ ચીર ચુંદડી ચોલી ચરણાણું, પહિરણ ઝાક ઝમાલજી, બ્રહ્મયક્ષ અશોકા જખણી, દીસે અતિ ઉજમાલજી; શીતલ જિનની સેવા સારઈ, ધરમીને પ્રતિપાલજી, રૂપવિજય મુનિ માણેક સંઘને, નિતનિત મંગળ માળજી. ૪ ક (૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તુતિ HF શ્રી વાસુપૂજ્ય પૂજીએ, જિનચરણ તણા ફળ લીજીએ; દેવી રાણી જય કરો, મનવંછિત પૂરણ સુરતરો. ૧ પાંચ ભરત પાંચ એરવતા, પાંચ મહાવિદેહમાં વિચરતા; ત્રણ ચોવીશી બહોતેરા, જિન વીસ નમું જિન સુખકરા. ૨ ત્રિગડે બેઠા જિન ભણે, તિહાં વયણે કરી વખાણ કરે; જોજન લગી જિનવાણી વિસ્તરે, બાર પર્ષદા બેઠી ચિત્ત ધરે. ૩ શાસનદેવી નામ પ્રભા, સંઘ સકલ સોલંકરા; વર વાચક મેઘ પવન મુદા, મેઘચંદ્ર હુવા સુખ સંપદા. ૪ H (૧૩) શ્રી શાંતિનાથ જિન સ્તુતિ મૂળવિધિ મંગલ શાંતિ તણી, તુજ વંદન મુજ ખાંત ઘણી; જબ દીઠે તબમોરી ચિત્ત ઠરી, પ્રભુ દુર્ગતિ માહરી દુરહરી. ૧ પ૭
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy