________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા × (૯) શ્રી આદિજિન સ્તુતિ
આદિ જિનવર રાયા, જાસ સોવન કાયા; મરૂદેવી માયા, ધોરી લંછન પાયા; જગત સ્થિત નિપાયા; શુદ્ધ ચારિત્ર પાયા; કેવલશ્રી રાયા, મોક્ષ નગરે સિધાયા. ૧
સવિજિન સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુઃખભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીયે નરનારી, જેહ વિશ્વોપકારી. ૨
સમવસરણે બેઠા, લાગે જે જિનજી મીટ્ટા, કરે ગણપ પઈટ્ટા, ઈંદ્ર ચન્દ્રાદિ દિંઢા; દ્વાદશાંગી રિકા, ગુંથતા ટાળે રિટ્ઠા, ભવિજન હોય હિટ્ટા, દેખી પુણ્યે ગરિટ્ટા. ૩
સુર સમકિતવંતા, જેહ ઋદ્રે મહંતા, જેહ સજ્જન સંતા, ટાલીયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિઘ્ન વારે દુરંતા, જિન ઉત્તમ થુણંતા, પદ્મને સુખ દિંતા. ૪
૬ (૧૦) શ્રી આદિનાથની થોય
સર્વાર્થસિદ્ધથી ચવી એ, મરુદેવી ઉદરે ઉપન્ન તો; યુગલા ધર્મ શ્રી ઋષભજી એ, ચોથ તણો દિન ધન્ન તો. ૧ મલ્લિ પાસ અભિનંદન એ, ચવિયા વળી પાસ નાણ તો; વિમલ દીક્ષા ઈમ ષટ્ થયા એ, સંપ્રતિ જિનકલ્યાણ તો. ૨ ચાર નિક્ષેપે સ્થાપના એ, ચઉવિહ દેવ નિકાય તો; ચઉમુખ ચઉવિધ દેશના એ, ભાખે સૂત્ર સમુદાય તો. ૩ ગૌમુખ યક્ષ ચક્કેસરી એ, શાસનની રખવાળ તો; સુમતિ સંયોગ સુવાસના એ, નય ધરી નેહ નિહાળતો. ૪
૬ (૧૧) શ્રી શીતલજિન સ્તુતિ
શ્રી શીતલ જિન શીતલકારી, ભવિજનને મન ભાયજી, શાંત સુધારસ નયન કચોલા, કનક સુકોમલ કાયજી;
૫૬