________________
સ્તુતિ સંગ્રહ E (૭) શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ H. અરિહંત નમો વળી સિદ્ધ નમો, આચારક વાચક સાહુ નમો; દર્શન જ્ઞાન ચારિત્ર નમો, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમો. ૧ અરિહંત અનંત થયા થાશે, વળી ભાવનિપેક્ષે ગુણ ગાશે; પડિક્કમણાં દેવવંદન વિધિશું, આંબિલ તપ ગણણું ગણો વિધિશું. ૨ છ-રી પાળી જે તપ કરશે, શ્રીપાળ તણી પેરે ભવ તરશે; સિદ્ધચક્રને કુણ આવ તોલે, એહવા જિન-આગમ ગુણ બોલે. ૩ સાડાચાર વરસે એ તપ પૂરો, એ કર્મવિદારણ તપ શૂરો; સિદ્ધચક્રને મન-મંદિર થાપો, નવિમલેસર વર આપો. ૪
(૮) શ્રી આદિજિન સ્તુતિ . ગજ કુંજે બેસી, આવે પ્રથમ જિન માત, સુણી દુંદુભી શ્રવણે પખવી, રિદ્ધિ વિખ્યાત; અહો માહરે ઋષભ, મુજ શું પ્રીત ન આણી, એમ અનિત્ય દસાએ, હુવા અંતગડ નાણી. ૧ કરી ત્રિગુણ ત્રિગુપ્તિ, કર્મ દહન પ્રતિકુલ, કરી ધ્યાન મહાનલ, ભવસ્થિતિનો આહુત; એમ યજ્ઞ રચીને, શિવ ફુલ લીધા જગશ, તે વંદુ અહનિશિ, એવા જિન ચોવીશ. ૨ નાણદંસણાવરણી, વેદની મોહની આઊ, નામ ગોત્ર વિઘન ઈમ, આઠ કરમ વિધુરાઊ; પણ નવ દુ અડવીશ, ચઉ ઈગસય તિન્નેવ, દુગપંચ પ્રકૃતિ ઈમ, ભાખે ભગવંત દેવ. ૩ ચક્રેશ્વરી દેવી, ભૂતલ વિમલ ચરિત્ર, પ્રભુ ચરણ કૃપાથી, દેહી જાસ પવિત્ર, જિનશાસન સાનિધ્યકારી એ સંસાર; કવિ રૂપ વિબુધનો મોહન જય જયકાર. ૪
૫૫