________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
E (૫) સીમંઘરસ્વામી જિન સ્તુતિ સીમંધર સ્વામી ગુણનીલા, કિમ વાંદુ જઈ વસ્યા વેગલા; બીજે ચંદલો ઉગ્યો ઉદય કાલ, ભાવે વંદના હોજો ત્રણકાલ. ૧ વાંદુ વીસે જિનવર વિહરમાન, પાંચે તિથિ પામ્યા વિમલ જ્ઞાન, જગ નાથજી બાળો વિષય કક્ષ, ભાવે વંદના જ્યાં હોજો દોય પક્ષ. ૨ બીજે તપ કર્યા સુખ સાધના શ્રાવક મુનિ ધર્મ આરાધના બેસી ત્રિગડે કહે સીમંધર, તિહાં આગમ ગુંથે ગણધર. ૩ પંચાંગુલી સંઘ રખવાલિકા, મુજ દેજો મંગલમાલિકા, ભાવવિજય વાચકનો શિષ્ય ભાણ; કહે તુઠી દેવી કરે કલ્યાણ. ૪
H (૬) સીમંધરસ્વામીની સ્તુતિ Hi શ્રી સીમંધર મુજને વ્હાલા, આજ સફળ દિન વિહાણું જી, ત્રિગડે તેજ તપતા જિનવર, મુજ તુક્યા હું જાણું છે; કેવળ કમળા કેલિ કરતા, કુળમંડન કુળદીવો જી; લાખ ચોરાશી પૂરવ આયુ, રૂક્ષ્મણીવર ઘણું જીવો જી. સંપ્રતિકાળે વીસ તીર્થકર, ઉદયા અભિનવ ચંદા જી; કઈ કેવળી કઈ બાળપણે, કેઈ મહીપતિ સુખકંદા જી; સુરનર કોડાકોડી મળીને, જુએ મુખ અરવિંદા જી. શ્રી સીમંધર આદિ અનુપમ, મહાવિદેહ ક્ષેત્રે નિણંદા જી. ૨ શ્રી સીમંધર ત્રિગડું જોવા, અળજ્યો હું વાણી જી, વાટ વિષમ ને આડાં ડુંગર, આવી ન શકે તો પ્રાણી છે; રાગ ઘરી રંગ ધરી પાયે લાગું, સૂત્ર અર્થ મન આણી જી, અમૃતરસથી અધિક વખાણી, જીવદયા પટરાણી જી. પંચાંગુલિ તુહિજ પ્રત્યક્ષ, તુંહિ જગમાં માતા જી, પહેરી ચરણા ચોળી કાળી, અધર વિરાજે રાતા જી; સ્વર્ગભવન સિંહાસન બેઠી, તું હિ દેવી વિખ્યાતા છે, સીમંધર શાસન રખવાળી, શાંતિ કુશળ સુખશાતા જી. ૪
૫૪