________________
સ્તુતિ સંગ્રહ
સૂરિંદા, સામ્યમાકંદકંદા; વિમળગિનિંદા, ધ્યાનથી નિત્ય ભદ્દા. ૪
જ્ઞાનવિમલ
વર
૬ (૩) શ્રી શત્રુંજયની સ્તુતિ
શત્રુંજય મંડન, ઋષભ-જિણંદદયાળ મરૂદેવાનંદન, વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી, પૂરવ નવાણુંવાર, આદીશ્વર આવ્યા. જાણી લાભ અપાર. ૧.
ત્રેવીશ તીર્થંકર, ચઢીયા ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ, સુર અસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તોલે, એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે. ૨. પુંડરિકગિરિમહિમા, આગમમાં પ્રસિધ્ધ, વિમલાચલ ભેટી, લહિયે અવિચલ ઋદ્ધ; પંચમી ગતિ પહોંચ્યા, મુનિવર કોડાકોડ, એણે તીરથ આવી, કર્મ-વિપાક વિછોડ. ૩. શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષાકારી, શ્રી આદિ-જિનેશ્વર આણ હૃદયમાં ધારી, શ્રી સંઘ વિઘનહર, કવડ જક્ષ ગણભૂર, શ્રી રવિબુધસાગર, સંઘના ચૂર. ૪.
× (૪) શ્રી શત્રુંજંયની સ્તુતી
(રાગ-રઘુપતિરાઘવ રાજારામ)
જય જય જય જન તારણ હાર, વિમલાચલ મંડન મનોહાર; જિહાં મુરતિ પુંડરિક ગણધાર, ચૈત્રીદિને ભવિજન આધાર. ૧ અઢી દ્વીપ ચોવીશમાન, અતીત અનાગત ને વર્તમાન; સાતસે શ્રી જિન ઉપર વીશ, ચૈત્રી દિન પ્રણમું નિશદિશ. ૨ અંગ અગ્યાર ઉપાંગ બાર, દશ પયન્ના છેદ ષટ્ સાર; ચાર મૂલ નંદી અનુયોગ એ, પણયાલ નમો ભવિલોગ. ૩ કમલવદની કમલદલ લોચની, કમલનિવાસિની કમલકાન્તિની; સરસતી દેવી સુખદાઈ, વક્રાંત રત્ન એ અંબામાઈ. ૪
૫૩