________________
ચૈત્યવંદનો
ચાર સહસશું ઋષભદેવ, શ્રી વીર એકાકી; ત્રણ શત મલ્લિ પાસ, સહસ સાથે બાકી. ૭. પર્શત સાથે વાસુપૂજ્ય, લહે સંયમભાર; મન:પર્યવ તવ ઉપજે, સવિ જિનને સુખકાર. ૮ એમ ચોવીશે જિનવરાએ, સંભાર્યા સુખ થાય; જ્ઞાનવિમલ સૂરિ ઈમ કહે, હોજો જિન સુપસાય. ૯
E (૫૧) સામાન્ય જિન ચૈત્યવંદન . જિનવર બિંબને પૂજતાં, હોય શત ગણું પુણ્ય; સહસ્ત્રગણું ફળ ચંદને, જે લેપે તે ધન્ય. ૧ લાખ ગણું ફલ કુસુમની, માલા પહેરાવે; અનંતગણું ફલ તેહ તેહથી, ગીતગાન જે ગાવે. ૨ તીર્થકર પદવી વરે, જિન પૂજાથી જીવ; પ્રીતિ ભક્તિ પણે કરી, સ્થિરતા પણે અતીવ. ૩ જિન પડિમા જિન સારિખી, શ્રી સિદ્ધાંતે ભાખી; નિક્ષેપ સહુ સારિખા, થાપના તિમહીજ દાખી. ૪ ત્રણ કાલ ત્રિભુવન માંહિ, કરતાં પૂજન જેહ, દરિશન કેરૂં બીજ છે, એમાં નહિ સંદેહ, ૫ જ્ઞાનવિમલ પ્રભુ તેહને, હોય સદા સુપ્રસન્ન; એહ જીવિત ફલ જાણ છે, તેથી જ ભવિજન ધન્ન. ૬
(૫૨) પંચમીનું ચૈત્યવંદન કા યુગલા ધર્મ નિવારીઓ, આદિમ અરિહંત; શાંતિકરણ શ્રી શાંતિનાથ, જગ કરૂણાવંત. ૧ નેમિનાથ બાવીસમા, બાલ થકી બ્રહ્મચારી; પ્રગટ પ્રભાવી પાર્શ્વદેવ, રત્નત્રય ઘારી. ૨ વર્તમાન શાસનધણીએ, વર્ધમાન જગદીશ; પંચે જિનવર પ્રણમતાં, વાધે જગમાં જગીશ. ૩
૧૪૯ -
४८