SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનો SF (૪૫) પંચપરમેષ્ઠિના ગુણનું ચૈત્યવંદન 55. બાર ગુણે અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય. ૨ અષ્ટોત્તર શત ગુણ મલીએ, એમ સમરો નવકાર; ધીરવિમલ' પંડિત ‘તણો', નય પ્રણમે નિત્ય સાર. ૩ ક૬ (૪૬) શ્રી તીર્થકર રાશિ ચૈત્યવંદન 5 શાંતિ નમિ મલ્લિ મેષ છે, કુંથુ અજિત વૃષ ભાતિ; સંભવ અભિનંદન મિથુન, ધર્મ કર્ક સિંહ સુમતિ. ૧ કન્યા પદ્મપ્રભ નેમ વીર, પાસ સુપાસ તુલાએ; શશી વૃશ્ચિક ધન ઋષભદેવ, સુવિધિ શીતલ જિનરાય. ૨ મકર સુવ્રત શ્રેયાંસને, બારમા ઘટ મીન લીલ; વિમલ અનંત અર નામથી, સુખીયા શ્રી શુભવીર. ૩ (૪૭) શ્રી ચોવીશ જિનના વર્ણનું ચૈત્યવંદન 5 પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ; ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દો ઉજ્વલ લહીએ. ૧ મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. ૨ સોળે જિન કંચન સમાએ, એવા જિન ચોવીશ; ધીરવિમલ' પંડિત તણો, જ્ઞાનવિમલ કહે શિષ્ય. ૩ 5 (૪૮) શ્રી અઢાર દોષ વર્જિત જિન ચૈત્યવંદન 5. ક્રોધ માન મદ લોભ માય; અજ્ઞાન અરતિ રતિ; હાસ્યાદિક નિદ્રા અને, મત્સર ને અપ્રીતિ. ૧ . ४७
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy