________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
એકેકું આંબિલ વધે, યાવત્ શત પરિણામ; સાધિક ચૌદ વર્ષમાં, પૂરણ ગુણમણિખાણ. ૨ તપ મંદિરની ઉપરે એ, શોભે શિખર સમાન; ધર્મરત્ન તપસ્યા કરી, પામે પદ નિર્વાણ. ૩
- (૪૩) શ્રી દીવાળીનું ચૈત્યવંદન 5 સિદ્ધારથનૃપ કુલતિલો, ત્રિશલા જસ માત; હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત. ૧ ત્રીશ વરસ ગૃહવાસ ઠંડી, લીએ સયંમ ભાર; બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર. ૨ ત્રિીશ વરસ એમ સવિ મળીએ, બહોતેર આયુ પ્રમાણ; દિવાળી દિન શિવ ગયા, કહે “નય’ તેહ ગુણખાણ. ૩
ક (૪૪) શ્રી રોહિણી તપનું ચૈત્યવંદન 55 રોહિણી તપ આરાધીએ, શ્રી વાસુપૂજ્ય; દુઃખ દોહગ દૂરે ટળે, પૂજક હોય પૂજ્ય. ૧ પહેલા કીજે વાસક્ષેપ, પ્રહ ઉઠીને પ્રેમે; મધ્યાહૂને કરી ધોતીઆ, મન વચન કાય એમે. ૨ અષ્ટ પ્રકારની વિરચીએ, પૂજા નૃત્ય વાજિંત્ર; ભાવે ભાવના ભાવીએ, કીજે જન્મ પવિત્ર. ૩ ત્રિહુંકાલે લેઈ ધૂપદીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ભક્તિ શું, અવિચળ સુખ લીજે. ૪ જિનવર પૂજા જિન સ્તવન, જિનનો કીજે જાપ; જિનવર પદને ધ્યાઈએ, જિમ નાવે સંતાપ. ૫ ક્રોડ ક્રોડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ, માન' કહે ઈણ વિધિ કરો, જિમ હોય ભવનો છેદ. ૬
૪s