________________
ચૈત્યવંદનો
સૌ દેવી બાલક થઈ, ઋષભજીને તેડે; વ્હાલા લાગો છો કહી, હૈડા શું ભીડે. ૨ જિનપતિ યોવન પામીયા, ભાવે શું ભગવાન; ઇદ્ર ઘાલ્યો માંડવો, વિવાહનો મંડાણ. ૩ ચોરી બાંધી ચિહું દિશે, સુર ગોરી ગીત ગાવે, સુનંદા સુમંગળા, પ્રભુજીને પરણાવે. ૪ સર્વ સંગ છોડી કરી, કેવલજ્ઞાન પામે; અષ્ટ કર્મનો ક્ષય કરી; પહોંચ્યા શિવપુરધામે. ૫ ભરતે બિંબ ભરાવીયાં એ, શત્રુંજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરિ તણાં, ઉદય રત્ન ગુણ ગાય. ૬
(૧૧) શ્રી ઋષભદેવપ્રભુનું ચૈત્યવંદન ; અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો.
અરિહંત૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અદ્ભુત અતિશયનિધિ, પ્રવચનજલધિમયંક નમો.
અરિહંત૦ ૨ તિહુયણ ભવિયણ જનમન વંછિત, પૂરણ દેવ રસાલ નમો; લળી લળી પાય નમું હું ભાલે, કર જોડીને ત્રિકાલ નમો.
અરિહંત ૩ સિદ્ધ બુદ્ધ તું જગજનસજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહનિશ સેવ નમો.
અરિહંત) ૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણબંધુ નમો; શરણાગતભવિને હિતવત્સલ, તેહિ કૃપારસસિંધુ નમો.
અરિહંત) ૫
૩૧