________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા H ૭ શ્રી રાયણપગલાનું ચૈત્યવંદન ક્લ એહ ગિરિ ઉપર આદિદેવ, પ્રભુ પ્રતિમા વંદો; રાયણ હેઠે પાદુકા, પૂજી આણંદો. ૧ એહ ગિરિનો મહિમા અનંત, કુણ કરે વખાણ; ચૈત્રી પૂનમ દિને, તેહ અધિકો જાણ. ૨ એહ તીરથ સેવા સદા એ, આણી ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયકો, દાનવિજય જયકાર. ૩
(૮) શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન કા શ્રી શત્રુંજય મહાભ્યની, રચના કીધી સાર; પુંડરગિરિના સ્થાપનાર પ્રથમ જિન ગણધર. ૧ એક દિન વાણી જિનની, શ્રવણી થયા આણંદ; આવ્યા શત્રુંજયગિરિ, પંચ ક્રોડ સહ રંગ. ૨ ચૈત્રી પૂનમને દિને એ, શિવ શું કિયો યોગ; નમીએ ગિરિને ગણધરુ, અધિક નહિ ત્રિલોક. ૩
E (૯) શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંહે મહંત. ૧ પંચ કોડી સાથે મુણિંદ, અણસણ તિહાં કીધ; શુક્લધ્યાન ધ્યાતાં, અમૂલ કેવલ તિહાં લીધ; ૨ ચૈત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ. ૩
= (૧૦) શ્રી ઋષભદેવજિન ચૈત્યવંદન ક કલ્પવૃક્ષની છાંયડી, નાનડીયો રમતો; સોવન હિંડોળે હિંચતો, માતાને ગમતો. ૧
૧૩૦
હO