SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ - અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા કેવલજ્ઞાનાદર્શ દર્શિત, લોકાલોકસ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષ ગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અરિહંત) ૬ જગચિંતામણિ જગગુરુ, જગણિત-કારક જગજનનાથ નમો; ઘોર અપાર ભવોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અરિહંત૭ અશરણશરણ નિરાગી નિરંજન, નિરુપાધિક જગદીશ નમો; બોધિ દીઓ અનુપમ દાનેશ્વર, “જ્ઞાનવિમલ” સૂરીશ નમો. અરિહંત૮ 5 (૧૨) શ્રી આદિનાથ પ્રભુનું ચૈત્યવંદન 5 આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય; નાભિરાયા કુલ મંડણો, મરૂદેવા માય. ૧ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ, ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભ લંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણમણિખાણ; તપદ પદ્મ' સેવન થકી, લહીએ અવિચળ ઠાણ. ૩ Ek (૧૩) શ્રી સીમંઘરસ્વામીનું ચૈત્યવંદન સીમંધર જિન વિચરતા, સોહે વિજય મોઝાર; સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. ૧ નવતત્ત્વની દીએ દેશના, સાંભળે સુર નર ક્રોડ; પડુ દ્રવ્યાદિક વર્ણવે, લે સમક્તિ કર જોડ; ૨ ઈહાં થકી જિન વેગળા, સહસ્ત્ર તેત્રીસ શત એક; સત્તાવન ભોજન વળી, સત્તર કળા સુવિશેષ. ૩ દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મોઝાર; સિહું કાળે વંદન કરૂં, શ્વાસમાંહે સો વાર. ૪ શ્રી સીમંધર જિનવરૂ એ, પૂરે વાંછિત ક્રોડ; કાંતિવિજય ગુરુ પ્રણમતાં ભક્તિ બે કર જોડ. ૫ { ૩૨
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy