________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સ્થવિર વૃદ્ધનો ઉપઘાત કરે, ૭ એકેંદ્રિયાદિનો પોતાના સુખને અર્થે ઉપઘાત કરે, ૮ પ્રતિક્ષણ ક્રોધ કરે, ૯ હંમેશા ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ બીજાની નીંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા બોલે, ૧૨ નવો ફ્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જીના ક્લેશને જાગૃત કરે, ૧૪ અકાલે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત દ્રવ્યથી ખરડાયેલા હાથ પગે આહારાદિ લે, ૧૬ શાંતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમાં ક્લેશ કરી મનોદુઃખ કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અનેષણીય આહાર લે.
પ્રશ્ન :- બુદ્ધિના આઠ ગુણો કયા ?
:
ઉત્તર ઃ- ગુરુનો વિનય, પુછવું, સાંભળવું, ગ્રહણ કરવું, તર્ક કરવો, નિશ્ચય કરવો, ધારણ કરવું, તે પ્રમાણે વર્તવું. એ આઠ ગુણ છે.
પ્રશ્ન :- ચાર દોષ રહિત ક્રિયા કરવી તે કેવી રીતે ?
ઉત્તર ઃ- ૧ દગ્ધદોષ એટલે ધર્મ કરતાં અન્ય બાબતમાં મનનો ક્ષેપ વિક્ષેપ કરવો, ૨ શૂન્યદોષ - એટલે ઉપયોગ શૂન્ય જડવત્ સંમૂર્ચ્છિમની પેઠે કરણી કરવી. ૩ અવિધિદોષ - એટલે જે કરણી જેમ કરવી કહી હોય તે ઉલટ સુલટ સ્વમતિથી કરવી. ૪ અતિપ્રવૃત્તિ દોષ એટલે સ્વશકિત તપાસ્યા વિના શાસ્ત્ર મર્યાદા વિના (ઉલ્લંઘીને) કરણી કરવી તે. સાધુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને લક્ષમાં રાખીને યથાશિત સંયમમાર્ગ સેવવો જોઈએ.
પ્રશ્ન :- દશ પ્રકારના લોચ કયા ?
ઉત્તર ઃ- પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયનો જય કરે તે ભવલોચ અને દશમો કેશનો લોચ તે દ્રવ્યલોચ.
પ્રશ્ન :- ચૌદ અત્યંતર પરિગ્રહના નામ કયા ?
ઉત્તર ઃ- નવ નોકષાય, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, અને
લોભ.
૫૮૪