________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ પ્રશ્ન :- એક અક્ષૌહિણી સેનામાં હાથી વિગેરે કેટલા હોય ?
ઉત્તર :- ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથો, ૫,૬૧૦ અશ્વો, ૧,૦૯,૩૫૦ પાલાઓ હોય છે. રથથી ત્રણ ગુણા ઘોડા હોય અને પાંચ ગુણા સુભટો હોય છે.
પ્રશ્ન :- ન બોલ્યામાં નવ ગુણ કયા ?
ઉત્તર :- દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની નિંદા ન થાય, મન, વચન અને કાયા, એ ત્રણ સંવરમાં રહે, કાઉસ્સગ્ન થાય, સ્વાધ્યાય થાય અને મૌન ધારણ થાય એ નવ ગુણ થયા. શ્રી સીમંધર જિનની શાસન દેવી પંચાંગુલી છે.
પ્રશ્ન :- વાસક્ષેપનો અર્થ શું ?
ઉત્તર - પાંચે આંગળી ભેગી કરીને વાસક્ષેપ નખાય છે. વાસ એટલે સુગંધ, સર્વ જીવ સુખી થાઓ એવી શ્રી પંચપરમેષ્ઠિની ભાવનાનો ક્ષેપ કરવો તેનું નામ વાસક્ષેપ અથવા પંચ પરમેષ્ઠિ ભગવંતો દ્વારા ભવ વિસ્તારની આશીષ આપવી તે વાસક્ષેપ.
પ્રશ્ન :- સાધુની ઉપાસનાથી શું ફળ થાય ?
ઉત્તર :- સાધુની ઉપાસનાથી સશાસ્ત્ર શ્રવણ, શ્રવણથી સાધારણ જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ, અનાશ્રવથી તપ, તપથી કર્મનો નાશ, કર્મના નાશથી યોગનો નિરોધ, યોગના નિરોધથી સિદ્ધિ એટલે અજરામરપણું પામે છે.
5 ધર્મ ધ્યાનની ચાર ભાવના કહે છે ;
૧ મૈત્રીભાવના તે સર્વનું ભલું ચાહે, ૨ પ્રમોદભાવના તે ગુણવંત ઉપર રાગ હોય, ૩ માધ્યસ્થભાવના તે ધર્મવંત ઉપર રાગ અને અધર્મિ ઉપર દ્વેષ નહીં, ૪ દયાભાવના તે સર્વ જીવને પોતાના જાણી દયા પાળે.
૫૮૫