________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
ત્યાગ કરીને એક નિષ્ઠાથી કરે તે. ૨ ભક્તિ અનુષ્ઠાન, ધર્મના કાર્યમાં બહુમાનપૂર્વક કરવું તે. ૩ વચનાનુષ્ઠાન, બધા ધર્મ કાર્યમાં આગમને અનુસારે પ્રવૃતિ કરવી તે. ૪ અસંગાનુષ્ઠાન, અત્યંત અભ્યાસથી ચંદન ગંધના ન્યાયે સહજ ભાવે જે ક્રિયા કરાય તે અનુષ્ઠાન એટલે ક્રિયા.
પ્રશ્ન :- પાંચ ક્રિયા કઈ ?
ઉત્તર ઃ૧ વિષાનુષ્ઠાન-પૌદ્ગલિક સુખની આ ભવમાં ઈચ્છા કરાય તે. ૨ ગરાનુષ્ઠાન - દેવ, ચક્રવર્તી, રાજા વિગેરે થવાની પરભવની ઈચ્છાથી થાય તે. ૩ અનનુષ્ઠાન - ઓઘસંજ્ઞા કે લોકસંજ્ઞાથી સંમૂર્ચ્છિમની પેઠે ક્રિયા કરાય તે. ૪ તદ્ભુતુ અનુષ્ઠાન આશંસા રહિત મોક્ષના ઉદ્દેશથી જ કરાતું હોય તે. તેવા જીવો ચરમાવર્તમાં આવેલા જાણવા. ૫ અમૃતાનુષ્ઠાન ચંદન ગંધની માફક સ્વાભાવિક શુદ્ધ એવો ભાવધર્મ જેના હૃદયમાં હોય તે.
-
પ્રશ્ન :- નવ નારૂં અને નવ કારૂં તે અઢાર વર્ણ કયા ?
ઉત્તર ઃ- નવ નારૂં તે આ પ્રમાણે ૧ ઘાંચી, ૨ મોચી, ૩ ઘાંચ્છા, ૪ ધોબી, ૫ લુહાર, ૬ દરજી, ૭ માછા, ૮ ભિલ્લુ, ૯ ગોવાલ, અને કારૂં તે આ પ્રમાણે - ૧ કાંદવિક, ૨ કૌટુંબિક, ૩ કુંભાર, ૪ સોની, ૫ માલી, ૬ તંબોલી, ૭ હજામ, ૮ કાછિક, ૯ ગાંધર્વ એ અઢાર વર્ણ.
પ્રશ્ન :- પાંચ પ્રકારનો આહાર કયો ?
ઉત્તર ઃ- ૧ અરસ-લુણ વગરનો, ૨ વિરસ-જીના ધાન્યનો, ૩ અંત-તે જમી લીધા પછી વધ્યો હોય તે, ૪ પ્રાંત-તે તુચ્છ આહાર, ૫ લુખો-તે વિગય રહિત.
પ્રશ્ન :- વીશ પ્રકારના અસમાધિના સ્થાનક કયા ?
(દશશ્રુતસ્કંધ સૂત્ર)
ઉત્તર ઃ- ૧ ઉતાવળું ચાલે, ૨ પૂંજ્યા વિના ચાલે, ૩ દુષ્ટ રીતે પૂંજે, ૪ વધુ આસનો રાખે, ૫ વડા-વડીલની સામું બોલે, ૬
૫૮૩