________________
જિન સ્તવનો
EF (૨૮) સજઝાય ,
(રાગ - ભીમપલાશ) કો નવિ શરણં કો નવિ શરણે, મરતાં કુણને પ્રાણી રે બ્રહ્મદત્ત મરતાં નવિ રાખ્યો, જસ હય ગય બહુ રાણી રે. કો. માતપિતાદિક ટગટગ જોતાં, યમ લે જનને તાણી રે મરણ થકી સુરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈંદ્રાણી રે. કો. જસ હય ગય રથ કોડે વિદ્યાધર, નિત્ય રહે રાણા રાય રે બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં અશરણ જાય રે. કો. મરણ ભીતિથી કદાપિ જીવો. જો પેસે પાયાલે રે ગિરિદર વન અંબુધિમાં જાવે, વો ભી હરીએ કાલો રે. કો. અષ્ટાપદ જેણે બલે ઉપાડ્યો, સો દશમુખ સંહરીઓ રે ધર્મ વિના કો જગ નવિ તરીઓ, પાપે કો નવિ તરીઓ રે. કો. અશરણ અનાથ જીવણ જીવન, શાંતિકુમાર જગ જાણો રે પારેવો જેણે શરણે રાખ્યો, મુનિ તમ ચરિત વખાણો રે. કો. મેઘકુમાર જીવ ગજરાજે, સસલો શરણે રાખ્યો રે વીર પાસ જેણે ભવભય કચરો, તપ સંયમ શું કાઢ્યો રે. કો. મત્સ્ય પરે રોગે તરફડતાં, કહો કિણે નવિ સુખી કરીયો રે અશરણ અનાથ ભાવના ભરીયો, અનાથી મુનિ નિસરીયો રે. કો.
પપપ
-
-