________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પંકજ
તુજ પદ
શુદ્ધચરણ
શિરમાં
મુનિ રંગવિમલ દુઃખ કાપો રે. મુજવ ८
સ્થાપો
આપો
(૨૭) અજીતનાથ સ્તવન
આજે આવી આપ હજૂરમાં, માફી માંગુ છું મારા દોષની (૨) દઉં છું તિલાંજલી રોષની
ભમીયો ઘણું હું સંસારમાં, વૃદ્ધિ ન કરી ગુણકોશની ઉલટી કુબુદ્ધિ પાડીયો, મમ દશા ગઈ સંતોષની. આજે૦ ૧ આપની આણા ન ધરી શિરે તેમ, શ્રદ્ધા થઈ નહીં નિર્મળી પ્રતિમા ન દીઠી આપની, સદ્ગુરૂની સંગતિ ના મળી. આજે૦ ૨ મારા કર્મના પ્રબળે કરી, શુદ્ધ ધર્મપંથ રૂચ્યો નહીં ભમવું થયું ઘણું જીવને મમ મસ્તકે કુમતિ વહી. આજે૦ ૩ સાચો માર્ગ ન ઓળખ્યો મારા દુઃખની હદ આવી નહીં કેટલું, કહું નાથ આગલે આપ જાણો છો જ્ઞાનથી સહી. આજે૦ ૪ મારા સદ્ભાગ્યના ઉદયે કરી મોહિતમિર દૂર ખસી ગયું ઓળખ થઈ શુદ્ધ દેવની કર્મ દર્શનાવરણ ક્રૂરે ગયું. આજે૦ ૫ દાસ આવ્યો તુમ આશરે એને આધાર છે પ્રભુ તાહરો મારા દોષ સામું જોશો નહીં ગુન્હો બક્ષીસ કરો માહરો. આજે૦ ૬ છોરૂ કછોરૂ થાય તો પણ સાગર પેઠે ગંભીર છે મારી ભૂલ સુધારો બાપજી દયા દાન દેવા શૂરવીર છો. આજે૦ ૭ ચરણ કમલની સેવના પ્રભુ માંગુ છું ભવોભવ આપની જેથી ભેગી કરેલી પોટલી મુજ શિર ન રહે પાપની. આજે૦ ૮ અજીત જિન પ્રભુ તારજો મારી અરજી ઉરમાં ધારો સૂરિ નીતિનો ઉદય તારજો ભવસાગર પાર ઉતારજો. આજે૦ ૯
૫૫૪