________________
જિન સ્તવનો એહ પાપ થકી પ્રભુ ઉદ્ધરો હું આલોઉં તુમ સાખ શ્રી ક્ષમાવિજય જિન સેવતાં
જશને અનુભવ દાખ. ૬ ૬ (૨૬) શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન કા પ્રભુ મલ્લિ નિણંદ મને મલીયા હવે મુજ ગમે ન બીજે ક્યાંય પ્રભુ ઓગણીસમાં જિનરાયા સોહે નીલવર્ણ તુજ કાયા સૌ જીવોને સુખદાયા રે. મુજ૦ ૧ પ્રભુ બાળથકી બ્રહ્મચારી તુજ મુખમુદ્રા અતિસારી વાણી અમૃતરસ ધારી રે. મુજ૦ ૨ ષટુ મિત્રોને સમજાવે વૈરાગ્ય ભાવના ભાવે કંચન મૂર્તિ બતાવે રે. મુજ0. ત્રણ ષટુ સાથે વ્રત લીધો લઈ કેવલજ્ઞાન પ્રસિધ્ધો જઈ સમેતશિખર ગિરી સિદ્યો રે. મુજ૦ ૪ તુજ મુરતિ અતિ મનોહારી સોહે નગર ભોયણી સારી ભવિજીવોના દુઃખ હરનારી રે. મુજ૦ ૫ તુજ દરિસણ આજ હું પાયો મુજ હૃદય કમલ હરખાયો વળી બોધિબીજ સુપસાયો રે. મુજ૦ ૬ હવે ભક્તિ તમારી કરશું અન્ય દેવો સૌ પરિહરશું પ્રભુ આણા શિરપર ઘરશું રે. મુજ૦ ૭
પપ૩