________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા = (૨૪) શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન HE
(રાગ - ઘોર અંધારી રે રાતલડીમાં) મિથિલા નયરી રે અવતરીયાને, કુંભ નરેસર નંદ લંછન સોહે રે કલાશતણુંને, નીલવરણ સુખકંદ. ૧ મલ્લિ જિનેશ્વર રે, મન વસોને ઓગણીસમાં અરિહંત કપટ ધરમના રે કારણથી પ્રભુ, કુંવરી રૂપ પરંત. ૨ સહસ પંચાવન રે વરસ સુણીને, આયુતણો પરિમાણ માતા પ્રભાવતી રે ઉદરે ધર્યાને, પણવીશ ધનુષ તનુમાન. ૩ સહસ પંચાવન રે સાધવીઓને, મુનિ ચાલીશ હજાર સમેતશિખરે રે મુગતે ગયાને, ત્રણ ભુવન આધાર. ૪ અડભય ટાળી રે આપ થકીને, જેણે બાંધી અવિહડ પ્રીત આ રામવિજયના રે સાહિબની છે, એહીજ અવિચળ રીત. ૫
,
SF (૨૫) શ્રી શ્રેયાંસજિન સ્તવન
(રાગ - રે જીવ, જૈન ધર્મ કીજીયે)
શ્રી શ્રેયાંસજિન અગીયારમો સુણો સાહિબ જગદાધાર ભવોભવ ભમતાં જે કર્યા
મેં પાપ સ્થાનક અઢાર. ૧ જીવહિંસા કીધી ઘણી, બોલ્યા મૃષાવાદ દોષ અદત્તાદાનના, મૈથુન સેવ્યા ઉન્માદ. ૨ લોભે થોભે ન આણીયો, રાગે ત્યાગ ન કીધ દ્વેષે દોષ વાધ્યો ઘણો, કલહ કર્યો પ્રસિદ્ધ. ૩ કૂડા આળ દીયા ઘણા, પરચાડી પાપનું મૂળ ઈષ્ટ મળે રતિ ઉપની, અનિષ્ટ અરતિ પ્રતિકુળ. ૪ પરનિંદાએ પરિવર્યો, બોલ્યો માયામોષ મિથ્યાત્વ શલ્ય હું ભારીયો, નાણ્યો ધર્મનો શોષ. ૫
૫૫૨