________________
ચૈત્યવંદનો
હસિત વદને હેમગિરિને, પૂજીએ પાવન થઈ; પુંડરીક પર્વતરાજ શતકુટ, નમત અંગ આવે નહીં; પ્રીતિમંડણ કર્મઠંડણ, શાશ્વતો સુરકંદ એ; શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૨ આનંદધર પુચકંદ સુંદર, મુક્તિરાજે મન હસ્યો; વિજય ભદ્ર સુભદ્ર નામે, અચલ દેખત દિલ વસ્યો; તાલ-મૂળ ને ઢંક પર્વત, પુષ્પદંત જયવંત હે; શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૩ બાહુબલ મરૂદેવી ભગીરથ, સિદ્ધક્ષેત્ર કંચનગિરિ; લોહિતાક્ષ કુલિનવાસમાં જસ, રેવતાચલ મહાગિરિ; શેત્રુજામણિ પુન્યરાશિ, કુંવર કેતુ કહત હે; શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૪ ગુણકંદ કામુક દૃઢશક્તિ, સહજાનંદા સેવા કરે; જય જગતતારણ જ્યોતિરૂપ, માલવંત ને મનોહરે; ઈત્યાદિક બહુ કીર્તિ માણેક, કરત સુરસુખ અનંત હે; શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૫
E (૩) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન વિમલ-કેવલજ્ઞાન-કમલા,-કલિત-ત્રિભુવન–હિતકર; સુરરાજ-સંસ્તુત-ચરણ-પંકજ, નમો આદિજિનેશ્વર. ૧ વિમલગિરિવર-શંગ મંડન, પ્રવર-ગુણગણ–ભૂધરું; સુર-અસુર-કિન્નર-કોડી-સેવિત, નમો આદિજિનેશ્વર. ૨ કરતી નાટક કિન્નરી–ગણ, ગાય જિન-ગુણ મનહર; નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિજિનેશ્વર. ૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધી, કોડી પણ મુનિ મનહર, શ્રી વિમલ ગિરિવર-શૃંગ સિધ્યા, નમો આદિજિનેશ્વર. ૪ નિજ સાધ્ય-સાધક સુર-મુનિવર, કોડીનંત એ ગિરિવર; મુક્તિરામણી વર્યા રંગે, નમો આદિજિનેશ્વર. ૯૫
ર૭