________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
|| श्री - धृतकल्लोल - पार्श्वनाथाय नमः ।। અહંદ–ગુણ–વારિધિ–નરેન્દ્ર–નૌકા
વિભાગ રજો ચૈત્યવંદનો તથા સ્તુતિઓ
= (૧) શ્રી સિદ્ધગિરિ ચૈત્યવંદન 5 વિમલ ગિરિવર સયલ અઘહર, ભવિક જન મનરંજણો; નિજરૂપ ધારે પાપહારી, આદિ જિન મદ ભંજનો. ૧ જગ જીવ તારે ભરમ ફરે, સયલ અરિદલ ગંજનો; પુંડરીક ગિરિવર શૃંગ શોભે, આદિનાથ નિરંજનો. ૨ અજર અમર અચળ આનંદ રૂપી, જન્મ મરણ વિહંડનો; સુર અસુર ગાવે ભક્તિ ભાવે, વિમલગિરિ જગ મંડનો. ૩ પુંડરીક ગણધર રામપાંડવ, આદી લે બહુ મુનિવરા; જિહાં મુક્તિ રામા વર્યા રંગે, કર્મ કંટક સહુ જરા. ૪ કોઈ તીર્થ જગમાં અન્ય નહી, વિમલગિરિ સમતારક દૂરભવિયાં જે અભવિયાં, સદા દ્રષ્ટિ નિવારક. ૫ એક ત્રીજે પંચમે ભવ, વરે શિવ દુઃખવારક સહુ આશ ધારી શરણ થારી, આતમા હિતકારક. ૬
ક (૨) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન 5. શ્રી સિદ્ધાચલ તીર્થનાયક, વિથતારક જાણીયે; અકલંક શક્તિ અનંત સુરગિરિ, વિશ્વાનંદ વખાણીયે;
મેરૂ મહીધર હસ્ત ગિરિવર, ચર્ચ ગિરિધર ચિહ્ન એ; . શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૧