________________
રત્નાકર પચ્ચીશી 02/2ષ્ટ્ર હું કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં, ખોટા છતાં ઝંખો ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રકટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નીહાળી નાથ! કર કરૂણા કંઈ. ૧૯ મેં ભોગ સારા ચિંતવ્યા, તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈષે ધનતણું, પણ મૃત્યુને પ્રાળ્યું નહિ; નહિ ચિંતવ્યું મેં નરક કારાગૃહસમી છે નારીઓ, મધુબિન્દુની આશામહીં, ભયમાત્ર હું ભૂલી ગયો. ૨૦ હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો; વલી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે ! આ લક્ષ ચોરાશીતણા ફેરા ફર્યા. ૨૧ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને; તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં જરી, તુટેલ તળીયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી? ૨૨ મેં પરભવે નથી પુચ કીધું, ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથ જી; ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ૨૩ અથવા નકામું આપ પાસે નાથ! શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય આ ચરિત્ર મુજ પોતાતણું જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ,
જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં પાઈની તો વાત ક્યાં. ૨૪ તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ! મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મીતણી, આપો સમ્યગુરત્નશ્યામ જીવને, તો તૃપ્તિ થાએ ઘણી. ૨૫