________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
નવકારમંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને; કુદેવની સંગત થકી, કર્મો નકામા આચર્યાં, મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કકડા મેં ગ્રહ્યા. ૧૨ આવેલ દ્દષ્ટિમાર્ગમાં, મુકી મહાવીર આપને, મેં મુઢધીએ હૃદયમાં, વ્યાયા મદનના ચાપને; નેત્રબાણો ને પયોધર, નાભિને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણાં, છટકેલ થઈ જોયાં અતિ. ૧૩ મૃગનયન સમ નારી તણાં, મુખચંદ્ર નીરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે, બધું કેમ હું આ પાપથી. ૧૪ સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળા તણો, દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરૂં, ચોપાટ ચારગતિ તણી, સંસારમાં ખેલ્યા કરૂં. ૧૫ આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરૂં યત્ન પણ, હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાના ઘર ચણું. ૧૬ આત્મા નથી પરભવ નથી, વલી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વિની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; વિસમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તો પણ અરે ? દીવો લઈ કૂવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે. ૧૭ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી; ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું, ધોબીતણાં કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. ૧૮
૨૪