________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પાતાલ-નરસુર-લોકમાંહી, વિમલગિરિવરતો પરંતુ નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિજિનેશ્વર. ૬ ઈમ વિમલ ગિરિવર-શિખર મંડણ, દુઃખ-વિહંડણ ધ્યાઈએ; નિજ શુદ્ધ-સત્તા સાધનાર્થ, પરમ જ્યોતિ નિપાઈએ. ૭. જિત-મોહ-કોહ-વિછોહ-નિદ્રા, પરમ-પદ સ્થિતિ જયકર; ગિરિરાજ-સેવા-કરણ-તત્પર, “પદ્રવિજય” સુહિતકર. ૮
SF (૪) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન 5. શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુરગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે. ૧ અનંત સિધ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય, પુરવ નવાણું રિખવદેવ, જ્યાં ઇવીયા પ્રભુ પાય. ૨ સૂરજકુંડ સોહામણો એ, કવાયક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણો, જિનવર કરૂં પ્રણામ. ૩
NE (૫) શ્રી સિદ્ધગિરિનું ચૈત્યવંદન કા સોના રૂપાકે ફુલડે, સિદ્ધાચલ વધાવું; ધ્યાન ધરી દાદાતણું, આનંદ મનમાં લાવું. ૧ પૂજા કરી પાવન થયો, અમ નિર્મલ દેહ; રચના રચું શુભ ભાવથી, કરૂં કર્મનો છે. ૨ અભવીને દાદા વેગળા, ભવને હૈડા હાર; તન, મન,ધ્યાન એક લગ્નથી, કીધા કર્મ ચકચૂર. ૩ કાંકરે કાંકરે સિદ્ધ થયા, સિદ્ધ અનંતનું ઠામ; શાશ્વત જિનવર પૂજતાં, જીવ પામે વિશ્રામ. ૪ દાદા દાદા હું કરૂં, દાદા વસીયા દૂર, દ્રવ્યથી દાદા વેગળા, ભાવથી હૈડા હાર. ૫
૨૮