________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ જગજનને તારો, બિરૂદ તમારો એ ખરો સાહેબજી તો મારી વેળા આનાકાની કિમ કરો સાહેબજી. ૭ સેવક સંભાળો, વાચા પાળો આપણી સાહેબજી તું જગનો નાયક, લાયક પાયો મેં ઘણી સાહેબજી. ૮ શિવનારી સારી મળો તસ મેળાવડો સાહેબજી અવિગત પરમેશ્વર અનંત જિનેશ્વર તું વડો સાહેબજી. ૯ વિમળ વિજય વાચકનો બાળક ઈમ ભણે સાહેબજી રામવિજય બહુ દોલત પામે નામે તુમ તણે સાહેબજી. ૧૦ (૨૦) શ્રી આદિનાથ જિન સ્તવન H.
(રાગ - તારું ધ્યાન કરે મસ્તાન મને) શ્રી આદિ જિણંદના પ્રણમું હું પાય દાદા દર્શને આનંદ અંગ ન માય અત્યંત સુંદર શાંતરસમાં ઝીલતી પ્રભુમુરતિ અવલોકતાં હર્ષિત થયું ચિત્ત પ્રમોદભાવ પૂરતિ આજે શુભ દિન ઉગ્યો માહરો રાય શ્રી આદિ રાચી માચી પ્રમાદમાં ને કર્મ બાંધ્યા મેં બહુ મિથ્યાત્વ અવિરતિ કપાય યોગે આપ જાણો તે સહુ આવ્યો માફી લેવા હવે કરજો સહાય. શ્રી આદિ અનાદિકાળ ભવભ્રમણ કરતો લાખ યોનિ ચોર્યાસીમાં જન્મ જરા મરણે કરી દુઃખ પામી કમીના તેહમાં હવે વાંછુ ચરણોની શીતલ છાયા. શ્રી અદિ ભૂતકાળ ભૂલ થઈ તે સુધારવા ચાહે યદા વર્તમાને વિધિવત્ વર્તે ભાવિ તો સુધરે તદા ગુણી થવાને ભાળો જિન એહ ઉપાય.. શ્રી આદિ નાથ દર્શિત મારગે મુજ ચાલવા મન થાય છે પણ મોહના આવેશથી મન માહરું મુંઝાય છે આપો નિર્વેદ જેથી મારા દુઃખડા તો જાય. શ્રી આદિ
પ૪ટી