SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ જિન સ્તવનો H (૧૮) શ્રી સીમંધર જિન સ્તવન આ સેવકની અરજી છે પ્રભુ સીમંધર મહાવિદેહ વસ્યું છે મારા મનની અંદર. આ૦ ૧ નાચે છે મન મારું ગુણો સંભારી તલસે છે તન જોઈ સૂરત તારી જાણે કરી લીધું હોય પ્રભુ જાદુમંતર. આ૦ ૨ હું બનું છું ભક્ત તોયે, કેમ રહો છો આઘા છોડીશ નહિ પ્રભુજી ઘણાં છો મોંઘા નાથ દુભાવો નહિ હવે મારું અંતર. આ૦ ૩ લબ્ધિ સહારે તરું ભવ સમુંદર ડગમગ ડોલે છે નાવ એની અંદર પ્રભુ પહોંચાડો ઉમંગે મુક્તિ બંદર. આ૦ ૪ 5(૧૯) શ્રી અનંતનાથ જિન સ્તવન BE (રાગ - તુજ દરિસણ દીઠું અમૃત મીઠું) અરદાસ હમારી દિલમેં ધારી સાંભળો સાહેબજી હિત નજરે નિહાળો, ટાળો મનનો આમળો સાહેબજી. ૧ જે પાલવ વળગ્યા અળગા તે તો કિમ હોશે સાહેબજી આસંગે હળિયા, મળિયા તે તો માહરો સાહેબજી. ૨ મોટી ઠકુરાઈ વળી ચતુરાઈ તાહરી સાહેબજી દેખી સવિશેષી, વાધી દિલમેં માહરી સાહેબજી. ૩ તુજ પાખે બીજા શું તો દિલ ગાંઠે નહિ સાહેબજી સુરતરૂને છોડી બાવળ સેવે, કુણ સહિ સાહેબજી. ૪ જોવા તુજ દરિસણ ખીણ ખીણ તલસે આંખડી સાહેબજી હું ધ્યાવું ઉડી આવું, પાવું પાંખડી સાહેબજી. ૫ સેવક ગુણ જોશો, પરશન હોશો તો સહિ સાહેબજી પામીને અવસર મુજને વિસરશો નહિ સાહેબજી. ૬ ૧૫૪૭ ૫૪૭
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy