________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ હવે જગદીશ્વર દીક્ષા અવસરે, જાએ અવધિ સંભારી રે નવ લોકાંતિક સુર તિહાં આવી, કરે વિનંતી મનોહારી રે. ૫ જય જય જગદાનંદ જગતગુરૂ, ધર્મ તીરથ વિસ્તારી રે મોક્ષ મારગ સુખ સાગરમાંહિ, ઝીલાવો નરનારી રે. ૬ ધર્મ પ્રભાવના કારણ જગગુરૂ, અનુકંપા પણ ધારી રે વરસીદાન દીયે જગદીશ્વર, દારિદ્ર રોગ નિવારી રે. ૭ શ્રી જિન હાથે દાન ગ્રહે છે, ભવ્ય તેહ નરનારી રે પ્રભુકર પદ્મ ધરે જસ ઉપરે, તે ચિદ્રુપના ધારી રે. ૮
(૧૭) આદિનાથ જિન સ્તવન H નમો નમો શ્રી આદિ જિણંદને, કરૂં ત્રિવિધે પ્રણામ રે પંચાભિગમે નમન કરૂં હું, કેવલજ્ઞાની નામ ભાવે ઘરી લલામ પ્રભુજી પ્યારા રે, પુન્યથકી મેં દીઠા પ્રાણ આધાર રે,
સરસ સુધાથી મીઠા. પ્રભુજી. ૧ તું નિકલંક અને નિર્મોહી, તું અદ્રોહી ઉદાસી રે મારા મનમાંહેથી પ્રભુજી કહો, કેમ હવે ફરી જાસો. પ્ર૨ જિમ પંકજમાં મધુકર પેસે, તિમ મુજ મનમાં પેઠા રે, તુમ દરિસન પામી નવિ હરખે, તે નિગુણાને ધીઠા. પ૦ ૩ હું નિર્ગુણીને વળી પાપી, લાખેણી તુમ સેવા રે પામીએ તો અનુપમ ભાગ્યે, જેમ ભૂખ્યા વર મેવા. પ્ર૦ ૪ ભવોભવ તાહરી આણા સુરગવી, હોજો અવિચલ ભાવે રે, તેહથી ગોરસ સમકિત શુધ્યું, જ્ઞાનને ચરણે ઝમાવે. પ્ર0 પ જિમ વૃત આપ સ્વભાવે નિર્મળ, રસ શોધ્યો નવિ જાયે રે તિમ તુમ હેતે નિજ હવરૂપ તે, નિરાવરણ પ્રગટાવે. પ્ર0 ૬ ઇદ્ર અનંતા જો સમકાલે, ભક્તિ કરે તોરી કબહી તો પણ તે તુમ ગુણ સમ નાવે, તો હું દુર્ગુણી કોહી પ્ર૦ ૭ પ્રભુજીની ગુણ સ્તુતિ કરવાથી, જ્ઞાનવિમલ મતિ જાગી રે જગ ચિંતામણી જિન પામ્યાથી, ભવની ભાવઠ ભાંગી. પ૦ ૮
૫૪ ૬