SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ જિન સ્તવનો (૧૧) સિદ્ધ ભગવાનનું સ્તવન : - સિદ્ધની શોભા રે શી કહું સિદ્ધ જગત શિર શોભતા, રમતા આતમરામ લક્ષ્મી લીલાની લહેરમાં, સુખિયા છે શિવઠામ. સિ૦ ૧ મહાનંદ અમૃત પદ નમો, સિદ્ધિ કેવલ્ય નામ અપુનર્ભવ બ્રહ્મપદ વલી, અક્ષય સુખ વિસરામ. સિ૦ ૨ સંશ્રેય નિઃશ્રેય અક્ષરા, દુઃખ સમસ્તની હાણ નિવૃત્તિ અપવર્ગતા, મોક્ષ મુક્તિ નિરવાણ. સિ૦ ૩ અચલ મહોદય પદ હ્યું, જોતાં જગતના ઠાઠ નિજ નિજ રૂપે રે જાજા, વીત્યાં કર્મ તે આઠ. સિ૦ ૪ અગુરુલઘુ અવગાહના, નામે વિકસે વદન્ન શ્રી શુભવીરને વંદતાં, રહિયે સુખમાં મગન્ન. સિ૦ ૫ SF (૧૨) શ્રી કુંથુનાથ ભગવાનનો સ્તવન BE (રાગ - તુજ દરિસણ દીઠું અમૃત મીઠું) તુજ મુદ્રા સુંદર રૂપ પુરંદર મોહીયા સાહેબજી તુજ અંગે કોડી ગમે ગુણ ગીરૂઆ સોહીયા સાહેબજી. ૧ તુજ અમીય થકી પણ લાગે મીઠી વાણી રે સાહેબજી વિણ દોરી સાંકળ, લીધું મનડું તાણી રે સાહેબજી. ૨ ક્ષણ ક્ષણ ગુણ ગાઉં, પાઉં તો આરામ રે સાહેબજી તુજ દર્શન પાખે, ન ગમે બીજું કામ રે સાહેબજી. ૩ મુજ હૃદય-કમલ બીચે, વસિયું તારું નામ રે સાહેબજી તુજ મુરતિ ઉપર માહરૂં તન મન દામ રે સાહેબજી. ૪ કરજોડી નિશદિન ઉભો રહું તુજ આગે રે સાહેબજી તુજ મુખડું જોતાં ભૂખ તરસ નવિ લાગે રે સાહેબજી. ૫ મેં ક્યાંય ન દીઠી જગમાં તારી જોડ રે સાહેબજી તુજ દીઠ પૂર્ણ પનોતા, મનનાં કોડ રે સાહેબજી. ૬ ૫૪૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy