________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ વિષપાન જેણે કર્યાં શું કહીએજી તે શું જાણે સુધારસ પાન જોવા જઈએજી સહી પાંચમાં જે પડ્યા શું કહીએજી તે શું જાણે વૈરાગ્યની વાત જોવા જઈએજી. ૫ કામ ક્રોધમાં જે પડ્યા શું કહીએજી તે કિમ લહે અલખ સ્વરૂપ જોવા જઈએજી નાથ નિરંજન ભગધણી શું કહીએજી. રૂપચંદ કહે કિરતાર જોવા જઈએજી. ૬
% (૧૦) શ્રી મહાવીર જિન સ્તવન બુક દુઃખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપન્યાં રે ભેટ્યા ભેટ્યા વીર નિણંદ રે હવે મુજ મન મંદિરમાં પ્રભુ આવી વસો રે પામું પામું પરમાનંદ રે દુઃખ. ૧ પીઠબંધ ઈહાં કીધો સમકિત વજનો રે કાઢ્યો કાઢ્યો કચરો તે ભ્રાંતિ રે ઈહાં અતિ ઉંચા સોહે ચારિત્ર ચંદ્રુઆ રે રૂડી રૂડી સંવર ભીતિ રે. ૨ કર્મ વિવર ગોખે ઈહાં મોતી ઝૂમણાં રે ઝૂલઈ ઝૂલઈ ઘી , ગુણ આઠ રે બાર ભાવના પંચાલી અચરજ કરે રે કોરી કોરી કરણી કાઠ રે. ૩ ઈહાં આવી સમતા રાણીથૅ પ્રભુ રમો રે સારી સારી સ્થિરતા સેજ રે કિમ જઈ શકશ્યો એક વાર જો આવશો ? રંજ્યા જ્યા હિયડાની હેજ રે. ૪ વયણ અરજ સુણી પ્રભુ મન મંદિર આવિયા રે આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણે રે તેડી પામ્યા કોડિ કલ્યાણ રે. દુઃખ. ૫
પિ૪૦=