SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ જિન સ્તવનો ૬ (૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન . શંખેશ્વર પાસ તારી મૂરતિ કામણગારી તારા દર્શનથી ભવદુઃખ જાય રે, ભવિમન લાગે પ્યારી, કેવી ચમત્કારી તારા દર્શનથી ભવદુઃખ જાય રે. ૧ શંખેશ્વર માંહી તુંહી બિરાજે, મહીમા તારો ત્રિજગમાંહી ગાજે આવ્યો દર્શનને કાજે, ધન્ય ઘડી ધન્ય આજે. તારા૦ ૨ પ્રતિમા સુંદર શોભે પુરાણી, દામોદર જિન વારે ભરાણી કેવી સુંદર લાગે, નિરખતા ભવદુઃખ ભાંગે. તારા૦ ૩ કાલ અનાદિ નિગોદે વસીયો, પુદ્ગલના સંગે હું ફસીયો હવે છોડું ન તારું ધ્યાન, હે કરૂણા નિધાન. તારા૦ ૪ વિદન નિવારણ સંકટ ચૂરણ, મનોવાંછિત છો તમે પૂરણ બતલાવો મુક્તિ કિનારો, જાવું ભવને કિનારે તારા૦ ૫ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા તું છે સાચો મારો નાથ, શંખેશ્વર પાર્શ્વનાથ તારા૦ ૬ વામા ઉર સરોવર હંસ, અશ્વસેન કુલ અવતંસ દૂરથી આવ્યો તારી પાસ, પૂરજો હર્ષની આશ. તાર૦ ૭ = (૬) શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વજિન સ્તવન , (રાગ - ઋષભદેવ હિતકારી જગતગુરૂ) પાર્શ્વજિન અજબ રૂપ દરશાયો, પાર્શ્વજિન અજબ રૂપ દરશાયો, મન અચરીજ દીલમેં ભાયો, પાર્શ્વજિન અજબ રૂપ દરશાયો. ૧ સુથરી શહેર મનોહર શોભિત, દશે દિશી મહિમા છાયો તિહાં મંદિર તીર્થપદ શોભા, સુંદર ભાંતિ બનાયો. પા૦ ૨ ધૃતકલ્લોલ પ્રભુ પાર્શ્વ સ્વામી, નામ સદા સુખ પાયો ચૌમુખ જિનજીકા ચાર હૈ, નમતા હરખ સવાયો. પા૦ ૩ આદીસરજી કો ઓર મંદિર હૈ, મંડપ સુગડ રચાયો, અજીતનાથજીકે મંદિર, શ્રેષ્ઠ પ્રતિમા વિરચાયો. પા. ૪ ૧પ૩૭
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy