________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ
તાહરે આજ મણા છે શાની તુંહી જ લીલાવંત તું જ્ઞાની તુજ વિણ અન્યને કાં નથી ધ્યાતા તો જો તું છે લોક વિખ્યાતા. અજિત ૩ એકને આદર એકને અનાદર એમ કેમ ઘટે તુજને કરૂણાકર દક્ષિણ વામ નયન બીહુ સરખી કુણ ઓછી કુણ અધિક પરખી. અજિત ૪ સામ્યતા મુજથી ન રાખો સ્વામી શી સેવકમાં જાઓ છો ખામી જો ન લહે સન્માન સ્વામિનો તો તેહને કહે સહુકો કમીનો. અજિત ૫ રૂપાતીત જો મુજથી થાશો ધ્યાશું રૂપ કરી કિહાં જાશો જડ પરમાણુ અરૂપી કહાયે ગહત સંજોગે શું રૂપ ન થાવ. અજિત ૬ ધન જો ઓગળે કિમપી ન દેવે તો દિનમણી કનકાચલ સેવે એહવું જાણી તુજને એવું તાહરે હાથ છે ફળનું દેવું. અજિત ૭ તુજ પય પંકજ મુજ મન વળગ્યું જાયે કિહાં છાંડીને અળગું મધુકર મયગલ યદ્યપિ રાચે પણ સુને મુખે લાલ નવિ માચે. અજિત ૮ તારક બિરૂદ ધરાવો છો મોટા તો મુજથી કિમ થાશો ખોટા રૂપ વિબુધનો મોહન ભાખે અનુભવ રસ આનંદ શું ચાખે. અજિત ૯
૫૩૬