________________
જિન સ્તવનો ૬ (૩) શ્રી અજિતનાથનું સ્તવન પ્રભુ અજિત નિણંદમુખ નીરખી હૃદયે હર્ષ ઉભરાય પ્રભુ આતમ આનંદ દાયા, મેં પુણ્ય દર્શન પાયા ચિત્ત તુજ ચરણમાં ઠાયા રે, જિન આગમ દીલ ધ્યાય.
પ્રભુ. ૧ પ્રભુ કર્મો કેર મચાયો, દુઃખ તુજ સેવક બહુ પાયો બહુ પુણ્ય હાથ તું આયો રે, તુજ ચરણે સુખ થાય.
પ્રભુ. ૨ ભવ ભ્રમણા મારી કાપો, મુજ રત્નત્રયી જિન આપો શિવધામે શિશુ નિજ સ્થાપો રે, કર્મોનું કષ્ટ જાય.
પ્રભુ. ૩ પ્રભુ અખૂટ ખજાનો તારો, છે દુઃખનો પાર ન મારે તેથી આવ્યો તુજ દ્વારે રે, લ્યો મુજને સમજાય.
પ્રભુ. ૪ કરી આત્મ કમલમાં વાસો, મુજ સકલ લબ્ધિ વિકાસો મળે શિવપુર આનંદ ખાસો રે, નિત્ય રહું ત્યાં આનંદ થાય.
પ્રભુ. ૫ ૬ (૪) શ્રી અજિતનાથ સ્તવન 5
(રાગ - તું પ્રભુ મારો) અજિત અજિતા જિન અંતરજામી અરજ કરું છું પ્રભુ શિર નામી સાહિબા સનેહી સુગુણજી, વાતડી કહું તું સાંભળ જિનજી. અજિત ૧ બાળપણાનાં આપણે સ્વદેશી તો હવે કેમ થાઓ છો વિદેશી પુન્ય અધિકા તુમે દુઆ જિગંદા આદિ અનાદિ અમે તો રબંદા. અજિત ૨
-પ૩પ