________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વિર કહે ઉર્ધ્વલોકમાં, મુગતિ શિલા એણે ઠામ હો ગૌતમ; સ્વર્ગ છવ્વીસન ઉપરે, તેહના બારે નામ હો ગૌ૦ શિ૦ ૩ લાખ પિસ્તાલીશ જોયણે, લાંબી પહોળી જાણ હો ગૌ0; આઠ જોજન જાડી વચ્ચે, છેડે પાતળી સંત હો ગૌ૦ શિ૦ ૪ ઉજ્જવળ હાર મોતીતણો, ગાય દૂધ શંખ વખાણ હો ગૌ૦; એથી ઉજળી અતિ ઘણી, સમચોરસ સંસ્થાન હો ગૌ૦ શિ૦ ૫ અર્જુન સોનામય દીપતી, ગઠારી મઠારી જાણ હો ગૌ0; સ્ફટિકરતન વચ્ચે નિર્મળી, સુંવાળી અત્યંત વખાણ હો ગૌ૦ શિ૦ ૬ સિદ્ધશિલા એળંગી ગયા, અર્ધ રહ્યા છે વિરાજ હો ગૌ0; અલોકે શું જઈ અડ્યા, સર્યા અંતિમ કાજ હો ગૌ૦ શિ૦ ૭ જિહાં જનમ નહિ મરણ નહિ જરા નહિ રોગ હો ગૌ૦ઃ શત્રુ નહિ મિત્ર નહિ, નહિ સંયોગ વિયોગ હો ગૌ૦ શિ૦ ૮ ભુખ નહિ તૃષા નહિ, નહિ હરખ નહિ શોક હો ગૌO; કર્મ નહિ કાયા નહિ, નહિ વિષય રસ ભોગ હો ગૌ૦ શિ૦ ૯ શબ્દ રૂપ રસ ગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ હો ગૌ0; બોલે નહિ ચાલે નહિ, મૌન જિહાં નહિ ખેદ હો ગૌ૦ શિ૦ ૧૦ ગામ નગર તિહાં કો નહિ, નહિ વસ્તી નહિ ઉજડ હો ગૌ0; કાળસુકાળ વરતેનહિ, નહિ રાત દિવસ તિથિ વાર હો ગૌ૦ શિ૦ ૧૧ રાજા નહિ પ્રજા નહિ, નહિ ઠાકોર નહિ દાસ હો ગૌ0; મુગતિમાં ગુરૂચેલા નહિ, નહિ લહોડ લડાઈ વાસ હો ગૌ૦ શિ૦ ૧૨ અનુપમ મુખમાં ઝીલી રહ્યા, અરૂપી જ્યોતિ પ્રકાશ હો ગૌ0; સઘળાને સુખ સારિખું, સહુ કોને અવિચલ વાસ હો ગૌ૦ શિ૦ ૧૩ કેવળજ્ઞાન સહિત છે, કેવળ દરિસન પાસ હો ગૌ0; ક્ષાયિક સમકિત દીપતો, કદિય ન હોવે ઉદાસ હો ગૌ૦ શિ૦ ૧૪ અનંત સિદ્ધ મુગતિ ગયા, ફેર અનંતા જાય હો ગૌ0; ઓર જગ્યા રુંધે નહિ, જ્યોતિમાં જ્યોતિ સમાય હો ગૌ૦ શિ૦ ૧૫ એ અર્થરૂપી સિદ્ધ કોઈ ઓળખે, આણી મને વૈરાગ્ય હો ગૌ0; શિવસુંદરી સેજે વરે, નય પામે સુખ અથાગ હો ગૌ૦ શિ૦ ૧૬
૧૫૩૨