________________
જિન સ્તવનો
[જિન સ્તવનો]. ક (૧) શ્રી આદિનાથજીનું સ્તવન આદિજિદ અરિહંતજી પ્રભુ અમને રે તુમેદ્યો દર્શન મહારાજ, શું કહું તમને રે આઠ પહોરમાં એક ઘડી પ્ર. લાગ્યું તમારું ધ્યાન શું. ૧ મધુકર ને મન માલતી પ્ર. જિમ મોર ને મન મેહ શું સીતાને મન રામજી પ્ર. તેમ વાધ્યો તુમ શું નેહ શું. ૨ રોહિણીને મન ચંદજી પ્ર. વળી રેવાને ગજરાજ શું સમર્થ્ય સમય પ્રભુ સાંભળે પ્ર. મનડામાં મહારાજ શું. ૩ નિઃસ્નેહી થઈ નવિ છુટ્ય પ્ર. કરૂણાવંત કહાઓ શું ગુણ અવગુણ જોતાં રખે પ્ર. તો તારક કેમ કહાઓ શું. ૪ રઢ લાગી પ્રભુ રૂપને પ્ર. મને ન ગમે બીજી વાત શું વાયે વાત બને નહીં પ્ર. મળીએ મૂકી ભ્રાંત શું. ૫ સેવે ચિંતામણી ફળે પ્ર. તું તો ત્રિભુવન નાથ શું સો વાતે છોડું નહિ પ્ર. હવે આવ્યા મુજ હાથ શું. ૬ મુંહની વાત મૂકો પર પ્ર. જિમ જાણો તિમ તાર શું સરૂ સુંદર કવીરાયનો પ્ર. પદ્મને પ્રભુ શું યાર શું. ૭
SF (૨) શ્રી આદિનાથજીનું સ્તવન કા ગિરિવરિયાની ટોચે રે જગ ગુરૂ જઈ વસ્યા રે
લલચાવો લાખો ને લેખે ન કોઈ રે આવી તલાટી ને તલિયે ટળવલું એકલો
સેવક પર જરા મહેર કરીને દેખો રે. ગિરિ. ૧ હામ ધામ ને દામ નથી હું માંગતો
માગું માગણ થઈને ચરણ હજુર જો કાયા નિર્મળ છે તે પ્રભુજી જાણજો
આપ પધારો દીલડે દલડાં પૂરજો. ગિરિ. ૨
પ૩૩