________________
શ્રી સિદ્ધશિલાની ઝાય
પૂર્વજ થયા અજરાજા, એકશો સાત રોગે પીડાણા, પણ દીલડામાં તાજા મહારાજ. પ્રતિમા૦ ૬. સેંકડો રાજાને જીતીને, શ્રી સિદ્ધાચલ આવ્યા; યુગાદિ દેવને નમન કરીને દેવ મંદિરમાં ડાયા મહારાજ. પ્રતિમા૦ ૭. સોયાત્રિક વાણીયે ભાડી પાર્શ્વનાથની સારી, પ્રતિમા આપી અપૂરવ તેહને; રોગ સકલ ક્ષયકારી મહારાજ. પ્રતિમા, ૮. પદ્માવતીએ કહ્યું હતું તસ, આકાશવાણી સુણાવી, દરિયાથી પ્રતિમા કઢાવી, આપજ દેવમાં આવી મહારાજ. પ્રતિમા૦ ૯. ધરણેન્દ્ર લાખ વર્ષ પૂજી છે, છસો વરસ કુબેરે, સાત લાખ વરસો સુધી, સેવી વરૂણ દેવે. મહારાજ. પ્રતિમા૦ ૧૦. હવે અજય રાજાના ભાગ્યથી પ્રતિમા ઈહાં તે આવી. એ પ્રમાણે વાણવટીયાએ, કરી વાત થઈ આવી મહારાજ. પ્રતિમા) ૧૧. પારસમણી સમ પાર્થપ્રભુના દર્શનથી અતિસારું; લોખંડ સમ હતું તે સોનાસમ, રાજાનું અંગ થયું સારૂં મહારાજ. પ્રતિમા, ૧૨. શેઠને શિરપાવ આપી રાજાએ અજયપુર વસાવ્યું, દેહરૂ કરાવી ગામ દશ આપી, રાજાએ પાપ નશાયું મહારાજ. પ્રતિમા, ૧૩. પારસ પ્રભુ પધરાવી ત્રીજું કાલે, પૂજા કરવા લાગ્યો; શ્રી સિદ્ધાચલ જાત્રા કરીને, વ્રત આરાધવા લાગ્યો મહારાજ. પ્રતિમા, ૧૪. સ્વર્ગ ગમન કર્યું તેને વર્ષો, આઠ લાખ થયા માંય; તેહની પ્રથમ સંખ્યાશું ગણતાં, સોલલાખ થઈ જાય મહારાજ. પ્રતિમા૦ ૧૫. સોલ લાખ વરસો પહેલાની, પ્રતિમા એહ છે સારી; પૂજશે તે નર હંસતણી પરે, ઉતરશે ભવ પાર મહારાજ. પ્રતિમા૦ ૧૬.
(૯) શ્રી સિદ્ધશિલાની સજઝાય (સ્તવન) Fા શ્રી ગૌતમ પૃચ્છા કરે, વિનય કરી શીર્ષ નમાય હો પ્રભુજી; અવિચલ થાનક મેં સુણ્યો, કૃપા કરી મોય બતાવ હો પ્રભુજી
શિવપુર નગર સોહામણો. ૧. આઠ કરમ અળગા કરી, સાર્યા અંતિમ કામ હો પ્રભુજી; છૂટ્યા સંસારના દુઃખ થકી, એને રહેવાનો કુણ ઠામ હો પ્રભુ૦ ૨
૫૩૧