________________
અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સેવકની કરો સાર; મહેર કરી પ્રભુ કીજીએ રે, શિવ લક્ષ્મી શિરદાર રે. ૯. મુજ મન સરોવરમાં વસ્યો રે, હંસ તણી પરે આજ; તેહ થકી દૂરે ટળેરે, દુષ્ટ કરમના કાજ રે. જિ૦ ૧૦.
(૭) શ્રી વિમલજિન સ્તવન
(રાગ-મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલેરે) વિમલ જિનેશ્વર સુણ મુજ વિનતી રે, તું નિસ્નેહી છે આપ; હું સસનેહી છું પ્રભુ ઉપરે રે, ઈમ કિમ થાસે મિલાપ. ૧. નિસ્નેહી જિન વશ આવે નહિ રે, કીજે કોડી ઉપાય, તાલી એકણ હાથે બજાવતારે, ઉદ્યમ નિષ્ફળ થાય. ૨. રાત દિવસ રહિએ કરજોડીને રે, ખિજમત કરીએ રે ખાસ તો પણ જે નજરે આણે નહિ રે, તે શ્વે દેશે શાબાશ વિ. ૩. ભક્ત વત્સલજિન ભક્તિ પસાયથી રે, ચઢશે કાજ પ્રમાણ; ઈમ થિર નિજમન કરીને જે રહે રે, લહે ફલ તે નિરવાણ. વિ૦ ૪. મેં પોતે મન સ્થિર કરી આદર્યો રે, તું પ્રભુ દેવ દયાલ; આપ વડાઈ નિજમન આણીને રે, દાનવિજય પ્રતિપાલ. વિ૦ ૫.
5 (૮) શ્રી અઝાહરા પાર્શ્વનાથ સ્તવન ,
(રાગ-શી કહું કથની મારી હો રાજ) પ્રતિમાની બલિહારી મહારાજ, પ્રતિમાની બલિહારી, શ્રી અઝારા પાર્થ તુમારી મહારાજ. પ્રતિમાની. ૧. ઉના નગર જિહાં હીરસૂરીશ્વર, પાદુકા પવિત્ર બીરાજે; તસ નિકટે અજાહરા ગામમાં દેવલ ગગનમાં ગાજે મહારાજ, પ્રતિમા૦ ૨. ચૌદહ ઉદ્ધાર થયા તસ, શીલાલેખથી જાણું, તેમાં સંવત ૧૪૧૮નો, ઘંટ પુરાણો વખાણું મહારાજ. પ્રતિમા૩. દેવલમાં મુરતિ અનુપમ, મહિમા અતિશય અપાર; જશ તેહનો બ્રહ્માંડ જગતમાં, વિસ્તયો છે શ્રીકાર મહારાજ. પ્રતિમા, ૪. કયાંથી મૂર્તિ આવી અહીંયા પર, કોણ તેને લઈ આવ્યું; કોણે નગર વસાવ્યું સુંદર, દેવલ કોણે બંધાવ્યું મહારાજ. પ્રતિમા છે. તે કહું છું હવે રામ લક્ષ્મણના,
પ૩૦