________________
શ્રી અનંતનાથ જિન સ્તવન
5 (૫) શ્રી અનંતનાથ જિન સ્તવન 5
કરૂણાપર પ્રભુ વિનવું રે, વિનતડી અવધાર; તુજ દર્શન વિણ હું ભમ્યો રે, કાલ અનંત અપાર. જિણંદરાય. હવે મુજ પાર ઉતાર. ૧. સૂક્ષ્મ નિગોદમાં હું ભમ્યો રે, પુલ પરિટ્ટ અનંત અવ્યવહાર રાશિ વસ્યો રે; ભવ ક્ષુલ્લક અતિજંત. જિ૦ ૨. સૂક્ષ્મ સ્થાવરપણું પામીયો રે, અનુક્રમે બાદર ભાવ; જન્મ મરણ પ્રભુ બહુ કર્યા રે, જિહાં સુખનો અટકાવ. જિ૦ ૩. વિકલ પણું પામ્યો પછી રે, તિર્યંચ પચેંદ્રિ અજાણ; શુદ્ધ તત્વ જાણ્યા વિનારે, ભમીયો નવનવ ઠાણ. જિ૦ ૪. ઈમ કોઈ પૂરવ પુન્યથી રે, મનુષ્ય જન્મ સુજાણ; શુદ્ધ સામગ્રી સંયોગથી રે, દીઠો તું ત્રિભુવન ભાણ. ૫. અનંતનાથ જિનેશ્વરૂપે, તારક તું જગદેવ; મોહન કહે તુજ નામથીરે, ટળશે અનાદિ કુટેવ. જિ૦ ૬.
૬ (૬) શ્રી સુમતિનાથનું સ્તવન , - સુમતિ નિણંદશું વિનતિ રે, ભવ અટવી હરનાર; હું
અનાદિ નિગોદમાં રે, ભમિયો અનાદિકાળ રે, જિનજી મુજ વિનતિ અવધાર. ૧. સિદ્ધ એકની સહાયથી રે, નિકળ્યો ત્યાંથી બહાર; બાદર સ્થાવરમાં ભમ્યો રે, કેમે ન આવ્યો પાર રે. જિ0 ૨. વિકલેન્દ્રિય માંહિ વસ્યો રે, પણ સ્થિરતા નહિ કયાંય; પંચેન્દ્રિય પણું પામીયો રે, શુભોદયની સહાય રે. ૩. ત્યાં પણ નરકમાં ઉપન્યો રે, કર્મ તણે અનુસાર; સાગર તેત્રીશ તિહાં રહ્યો રે, કષ્ટ તણો નહિ પાર રે. જિ૦ ૪. તિર્યંચ ગતિ માંહે ગયોરે, ચડ્યો કસાઈને ધાર; છેદન ભેદન દુઃખ સહ્યાં રે, કેણે ન લીધી મોરી સાર રે. જિ૦ ૫. દેવના ભવમાં દુઃખ ઘણું રે, મરણનો ભય મન માંહે; મનુષ્ય ગતિમાં આવીયો રે, શુભોદયની સહાય રે. જિ૦ ૬. દેશ અનાર્યમાં ઉપન્યો રે, નીચ કળે અવતાર તિહાં પણ તુમ દર્શન વિના રે, ગયો જન્મારો હાર. જિ૦ ૭. ઈણ વિધ નાટક બહુ પરે રે, નાચ્યો દીન દયાળ; હવે તુમ ચરણે આવીયો રે, ભવ અટવી દૂર ટાળ. જિ૦ ૮. વિનતિ સુણો પ્રભુ માહરીરે,
પિ૨૯