________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
દેઈ ઉપદેશ વિ લોકને, દીધો કર્મને ત્રાસ હો મિત્ત. કર્મ થકી અલગો થયો, સિદ્ધિ વિષે ગયો ખાસ હો મિત્ત. ૬ ઈમ તુજ મુજ અંતર પડ્યો, કિમ ભાંજે ભગવંત હો મિત્ત. પણ જાણું તાહરી પરે, સાધતા ભાંજશે તંત હો મિત્ત. ૭ તવ કર્તા નિજ અર્થનો, ભોક્તા પણ તસ થાય હો મિત્ત. તુજ મુજ અંતર વિટળે, વિમંગલિક બની આય હો મિત્ત. ૮ અજરામર તસ સુખ હોયે, વિલસે અનંત રિદ્ધિ હો મિત્ત. ઉત્તમ ગુરુ સેવા લહે, પદ્મવિજય ઈમ સિદ્ધિ હો મિત્ત. ૯
૬ (૪) શ્રી પદ્મપ્રભજિન સ્તવન
ક્યારની મારી આંખલડી, મારી આંખલડી. પ્રભુ મુખ જોવાને તલસે રે, ક્યારે ભાગ્ય ઉદય એજાગે રે. ક્યારે મનોરથ ફલશે રે, ક્યારની મારી આંખલડી. ૧ છતી ઋદ્ધિ વૈભવને છોડી, ત્યાગ માર્ગે ચાલ્યા; સહ્યા પરિસહો ને ઉપસર્ગો, કઠીન કર્મ બાળ્યા રે. કયા. ૨ પ્રગટી ઝળહળ કેવળ જ્યોતિ, બારી પર્ષદા આવે; અમૃત જેવી મીઠી મધુરી, વાણી પ્રભુજી સુણાવે રે. કયા. ૩ રાજપાટને છોડે રાજા, ધનવંતા ધન છોડે: વાણી સુણી વૈરાગી થઈને, મોક્ષ માર્ગે દોડે રે. કયા. ૪ અકલ સ્વરૂપી અકલનિરંજન, અદ્ભુત ગુણથી ભરીયા; ભવસાગરમાં ડૂબતાં પ્રાણીને, બાંહ્ય ગ્રહી ઉદ્ધરીયારે. કયા. પ જગમાં સાચા દેવ તમે છો, નામ ધારી છે બીજા; શરણ ગ્રહ્યું છે તારૂં માનું, સઘલા કારજ સીઝારે. કયા. ૬ કડીનગરમાં પદ્મપ્રભજિન શ્રી ચિંતામણિ પાસ; લબ્ધિસૂરિ શિશુ પદ્મ કહે છે, પૂરજો મારી આશરે. કયા. ૭
૫૨૮