________________
સામાન્ય જિન સ્તવન
જ્ઞાન વિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવો ભવનાં સંતાપ સમાવે; અમીય ભરેલી તારી મૂર્તિનિહાળી, પાપ અંતરનાં લેજો પખાળી. ૬.
E (૨) સામાન્ય જિન સ્તવન | હે પ્રભુ નિર્ભય હવે જો નાડ છે તુજ હાથમાં, હે પ્રભુ ટાળો દરદ નાડ છે તુજ હાથમાં, મોહ મંદિર છાક ચસકી, હા ગુમાવી ચેતના રોગ રોમે રોમે વ્યાપ્યો. તે તપાસો નાડમાં. ૧. માન મુગર શિર ફુટવું, ક્રોધ ફણીધર ડંખતા; ચોંટી માયા દુષ્ટ ડાકણ, સૌ મળ્યા છે સાથમાં; તાપ મિથ્યા પ્રગટી ચડતો ધમધમે છે જીવ, આ તાપ ગતિને શાંત કરવા નાથ રાખો બાથમાં, કુરતાની ઉલટીથી, કમ કમાટી છૂટતાં, નાથ દુઃખમાં તરફડું છું, છે મુંઝાણો આતમા. થાય છે શું થાય છેશું તે કશું કહેવાયનાં, છે ન શાંતિ જ્યાં વસુ ત્યાં, ભૂલતા ભવ પાથમાં, દીનદુઃખીયાને ઉગારો, મુખ કાપો રોગના, ભાવ ગદ ધનવંતરી છો, હાથ પકડો હાથમાં, રોગ હર ચરિત્ર ચિદઘન જ્યાં તમારો વાસ ત્યાં નિત્ય દરિસણ પાઠ દેવી લેઈ ચાલોને સાથમાં.
ક (૩) શ્રી સંભવજિન સ્તવન H. ક્યું જાનુ ક્યું બની આવહિ. શ્રી સંભવ જિનરાજ હો મિત્ત. તુજ મુજ અંતર મોટ હો, કિમ ભાસે તે આજહો મિત્ત. ક્યું. ૧ મુજ પ્રવર્તન જેહ છે, તે ભવવૃદ્ધિનો હેત હો મિત્ત. હું કર્તા કર્મજ તણો, કરિયે તે કર્મ ચેત હો મિત્ત. ૨. જીવ ઘાતાદિ કરણ કરી, કરણે કારક ઈમ હોય તો મિત્ત. અક્ષય પંચ પોષક સદા, કારક સંપયાણ જોય હો મિત્ત. ૩ ઈમ મનુજનો ભવ ભલો, હારીને સુણજે સ્વામી હો મિત્ત. નરક નિગોદ વિષે ગયો, ખટકારક મુજ નામ હો મિત્ત૪ તે વિપરિત એ સાધિ, તું કરતા શિવ ઠાણ હો મિત્ત. કરિયે તે કારક કર્મ છે, શુભ સેવન કરણેણ હો મિત્ત. ૫
પર