________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૩૮) છેલ્લી પ્રાર્થના
પ્રભુ આટલું તો આપજે, ભગવાન મને છેલ્લી ઘડી. ના રહે મોહ માયા તણા, બંધન મને છેલ્લી ઘડી. આ જીંદગી મોંઘી મળી, પણ જીવનમાં જાગ્યો નહિ. અંત સમયે આપજો મને, સાચી સમજ છેલ્લી ઘડી. જયારે મરણ શય્યા પરે, મિંચાય છેલ્લી આંખડી. ત્યારે પ્રભુ તું આપજે, પ્રભુ મય છેલ્લી ઘડી. હાથ પગ નિર્બળ બન્નેને, શ્વાસ છેલ્લો સંચરે. હે દયાળુ આપજે, દર્શન મને છેલ્લી ઘડી. હું જીવન ભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં. પ્રભુ આપજે શાંતિ ભરી, નિંદ્રા મને છેલ્લી ઘડી. અગણિત પાપો મેં કર્યાં, તન મન વચન યોગે કરી. હે ક્ષમાસાગર આપજે, ક્ષમા મને છેલ્લી ઘડી. અંત સમય આવી મુજને, ન દમે ઘટ દુશ્મનો. જાગૃતપણે મનમાં રહું, તારૂં સ્મરણ છેલ્લી ઘડી.
૬ (૧) શ્રી પાર્શ્વનાથજી સ્તવન
તું પ્રભુ માહરો હું પ્રભુ તાહરો, ક્ષણ એક મુજને નહિ વિસારો; મ્હેર કરી મુજ વિનતિ સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો. ૧ લાખ ચોરાશી ભટકી પ્રભુજી, આવ્યો તારે શરણે પ્રભુજી; દુર્ગતિ કાપો શીવ સુખ આપો સ્વામી સેવક જાણી નિહાળો. ૨ અક્ષય ખજાનો પ્રભુતારો ભર્યો છે, આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે; વામા નંદન જગ વંદન પ્યારો, દેવ અનેરામાં તુંહી ન્યારો. ૩ પળ પળ સમરૂં નાથ શંખેશ્વર, સ્મરણ તારણ તુંહી જિનેશ્વર; પ્રાણ થકી તું અધિકો વ્હાલો, દયા કરી મુને નેહે નિહાળો. ૪ ભક્ત વત્સલ તારૂં બિરૂદ જાણી, કેડ ન છોડું પ્રભુ લેજો જાણી; ચરણોની સેવા હું નિત્ય ચાહું, ઘડી ઘડી મનમાં ઉમાડું. પ
૫૨