________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
i (૩૩) in ભલું થયું કે અમે જિન ગુણ ગાયા, રસનાનો રસ પીધો રે; રાવણરાયે નાટક કીધું, અષ્ટાપદ ગિરિ ઉપરે રે. ભલું થઈ થઈ નાચ કરે મારા વ્હાલા, તીર્થકર પદ બાંધ્યું રે; થાળ ભરી ભરી મોતીડે વધાવો, પ્રભુજીને ફુલડે વધાવો રે. દેવચંદ્ર કહે મારા મનનાં, સકળ મનોરથ સિધ્યા રે; એ પૂજા જે ભણે ભણાવે, તસ ઘર મંગળ હોજો રે. ભલું
F (૩૪) F આજ મારા દેરાસરમાં, મોતીડે મેહ વરસ્યા રે; મોતીડે મેહ વરસ્યાં રે, હીરલે મેહ વરસ્યાં રે. મુખડું દેખી પ્રભુજી તમારું, હૈયા સહુના હરખ્યાં રે; ઝગમગ ઝગમગ જ્યોતિ ઝલકે, વરસે અમીરસ ધારા રે. અનુપમ મુખ નિરખી વિકસે, અંતર ભાવ અમારા રે; વીર પ્રભુની માયામાંથી, ભક્તિના રંગ જમાયા રે; ચરણ કમલની સેવા પામી, ભક્તે પ્રભુગુણ ગાયા રે. ભવ અનંતના બંધન તુટ્યાં, ભ્રમણા ભાંગી ગઈ રે, વિજય વર્યો શિવપુરને પંથે, મતલબ પૂરી થઈરે-આજ0
BE (૩૫) શોધી લે જીવનનો સાર, ઓ માનવી શોધી લે જીવનનો સાર; માનવનો દેહ તને મોંઘો મળ્યો છે, કરજે વિવેકથી વિચાર. માયાના મોહમાં ઘેલો બનીને, ખેંચીશમાં પાપ તણો ભાર. ઓ. દૃષ્ટિ મળી છે તો સૃષ્ટિ નિહાળ જે, ત્યાગીને મનનો વિકાર, કુદરતના દર્શન તું કરજે કિરતારમાં, ઘટ ઘટમાં એનો ઘડનાર. ઓ૦ માયા હશે તોયે સાથે ના આવશે, માથે છે જમડાનો ભાર. સગા સંબંધી સહુ રડશે ને પાછળથી કરશે પોકાર. ઓo મુક્તિના દ્વાર સમ માનવનો દેહ છે, સાગર સમો છે સંસાર. તરવું કે ડૂબવું વાત તારા હાથની, સમજીને હોડી હંકાર. ઓ.