________________
સત્યનું સંગીત મરણનો સાચો ઉકેલ આવ્યા) ૩. કોઈ જાય આજે તો કોઈ જશે કાલે, કોઈને કલંક કોઈને તિલક છે ભાલે, કોઈનો અંત સુખમાં, કોઈનો અંત દુઃખમાં, એમ પુરો રે આ થઈ જશે ખેલ. આવ્યા છે૦ ૪.
ક (૩૧) તમે રે સહારા Fા
(રાગ-અમે રે મહિયારા રે) તમે રે સહારા રે મંગળધામના, એજી મારે શરણા તમારા લેવા. સહારા રે૦ ૧. કૃપાળુ દેવ મારી વાસના નિવાર, ભૂલા પડેલાને પંથ અજવાળજો. એજી મારે (૨) દુઃખડાં કેને જઈ કહેવા સહારારે. ભવના બઝારે હું સુખ લેવા નિસર્યો, સુખના ભંડાર તારા સાવ હું તો વિસર્યો, એજી મારે. (૨) કર્મોના પાશ કોને કેવા. સહારા રે૦ ભક્તિના દીપથી ઉતારૂં તારી આરતી, માંગું છું એટલું સુધારજો રહેમથી. એજી મારે (૨) અંતરના આંસુ ધોવા. સહારા રે૦
SF (૩૨) સત્યનું સંગીત H
(રાગ-જ્યોતિ સે જ્યોત). સત્યનું સંગીત ગાઈ ગયા, પ્રેમનો મંત્ર સુણાવી ગયા; દુઃખ ભરેલી દુનિયામાં અંતરના અમીરસ પાઈ ગયા, પ્રેમનો૦ રાજતણી એ આશા છોડી, માયાથી મન મોડી, તૃષ્ણાને તરછોડી દઈને, વાટ લીધી જંગલની. વનવન જંગલ ઘૂમી વળ્યા. પ્રેમનો૦ ૧. પંથ ભૂલેલા મળીયા ગોવાળો, પગ પર ખીરજ રાંધ્યા, કાનમાં ખીલા ઠોકી દઈને, પાછળથી પસ્તાયા, આશીષ (૨) ઉરના દેતાં રહ્યાં. પ્રેમનો૦ ૨. કર્મ ઉદયથી મળીયો ગોશાળો, મંત્ર ઘણાં અજમાવ્યા, કર્મ ઉત્તેજી લેગ્યા છોડી, એણે અંગ અંગ દાહ જગાવ્યો. તો યે સમતા મનમાં ધરતાં રહ્યાં. પ્રેમનો મંત્ર સુણાવી ગયા૦ ૩.