________________
-
-
-
-
--
-
----
-
-
-
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
= (૨૮) પ્રાર્થના પ્રભુ મારા કંઠમાં તું દેજે એવો રાગ, જેથી હું ગાઈ શકું વીતરાગ. પ્રભુ મારા સૂરમાં તું પુર એવો રાગ, જેથી હું ગાઈ શકું વીતરાગ. જગને રીઝાવી રીઝાવી હું રાચું, ના સમજાયે સંગીત સાચું, ભરજે તું અંતરમાં એવી કંઈ આગ, જેથી હું ગાઈ શકું વીતરાગ. વેરને ઝેરની વાંસળી વગાડી, ગીતો ઘમંડના ગાયાં, બેસુરો બોલે મારો તનનો તંબુરો, સૂરો બધાં વીખરાયા. પ્રગટાવજે તું પ્રતની પરાગ, જેથી દુનિયાની માયા છે દુઃખડાની છાયા, તોયે કદી ના મુકાતી; જ્ઞાની ઘણાંએ દેખાડી ગયાં પણ દિશા હજી ના દેખાતી, ચમકાવજે તું એવો ચીરાગ, જેથી હું જોઈ શકું વીતરાગ પ્રભુ મારા કંઠમાં)
F(૨૯) સમાધિ કરીલે કસોટી, કરીલે કસોટી, કોટી કોટી વાર મારી કરી લે કસોટી, મારી શ્રદ્ધાને તું તો જોઈલે કસીને દુઃખના પત્થર પર એને જોજે ઘસીને, કદી નહીં ઉતરે એતો રતીભાર ખોટી. ૧. ચાહે ભડભડતી ભિષણ ભઠ્ઠીમાં નાંખજે, ચાહે દરિયાના ઉંડા જલમાં ડુબાડજે, લાખ લાખ રીતે મુજને લેજે લસોટી. ૨ કરવાં જે હોય તારે કરી લેજે પારખાં, મારે તો સુખ દુઃખ બંને એકજ સરખાં, જોઈલે વિપદ કેરા વાદળા વિંઝોટી કરીલે કસોટી
EE (૩૦) “રંગભૂમિ” SF આ દુનિયાની રંગભૂમિ પર કોઈ બને મોર ને કોઈ બને ઢેલ, આવ્યા છે સહુએ કરવાને ખેલ. મનખાં માટીના અજવાળાને, કોઈનું દીવેટ તો કોઈનું દીવેલ. ૧. કોઈ થાય રાજા તો કોઈ થાય ભિખારી, કોઈ ખાય ખાજા તો કોઈનું પેટ ખાલી. વિધિએ વહેંચ્યા છે વિધ વિધ પાઠો, કોઈને છે જેલ તો કોઈને છે મહેલ. આવ્યા૦ ૨. કોઈ થાય સાધુ સંસાર ત્યાગી, માયા ને મોહમાં કોઈ રંગરાગી, જોગી કે ભોગી કોઈને જડેના, જીવન