________________
(
પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
વિકટ છે. ઝેર ભર્યો એક નાગ નિકટ છે. હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામી ૧. આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંખ દીધો ત્યાં થઈને વૈરી, હિંસા અને અહિંસા વચ્ચે, લડાઈ ભીષણ જામી. ૨. દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે, ચંડ કોશિયો આવ્યો શરણે, કંઈક સમજ તું કંઈક સમજ તું, કહે કરૂણા આણી. ૩. વેરથી વેર શમેના જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં, પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિરનામી, મહા ભયંકર એ મારગમાં૦ ૪.
F (૨૬) રાજુલનો સંદેશો થકી એક રાજુલ રાણીએ પૂછ્યું, ઓ રંગ રસીયા (૨) તને વહાલું કોણ (૨) સંયમ કેરી વાટડી, આતમ જાગ્યો મારો આજથી (૨) ચાલ્યા હવે અમે ગઢ ગિરનાર. ૧. સંયમ, સંદેશો રાજુલ મોકલે, મુજને લઈ ચલો તુમ સાથ (૨) સંયમ, માતાં પિતા ઘણું વિનવે, લાવીશું મનગમતો ભરથાર. ૨. સંયમ, રાજુલ રાણી ચાલીયા સહસાવન, લીધો સંયમ ભાર. સંયમ૦ ૩. ગયા સિદ્ધશિલાની વાટડી, પહોંચ્યા મુક્તિ મોઝાર સંયમ કેરી વાટડી. ૪.
ક (૨૭) વિદાય વેળા 5
(રાગ-સોહિની) વિદાય વેળા આવી, વનના પંખીડા વીખરાયાં, જાતાં જાતાં પ્રેમ ભરેલી પાંખો ફડફડ થાય, પુરૂં થયું સંગીત આજનું કાલની કાલે વાત, સુખદુઃખના ગીત ગાતાં ગાતાં, વીતી ગઈ રાત, કોઈની આંખડી જોલા ખાય, પંખીડા વિખરાયા. ૧. દૂર દૂરના પંખી આપણે, દૂર દૂર ઘરની વાટ, પ્રેમભક્તિમાં ભુલી ગયા સૌ, અંતરનો ઉચ્ચાટ, જાઓ ભલે પણ પ્યારા પંખી વહાલ દયમાં ધરજો. ઉડતાં ઉડતાં ફરી મલીશું એવો નિશ્ચય કરજો; હવે અવસર વીતી જાય પંખીડા વિખરાયા.