________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
હાર ધર્યો ને, હીરારત્ન નહીં પાર, સૌ જીવોને પ્યાર વસે છે, તારા દ્વાર મોઝાર, તું છે મારો જગતગુરુ ને, હું છું તારી ચેલી. જગમાં૦ ૪.
(૨૩) એકાંતે બેસી
એક દિવસ એકાંતે બેસી, જિનવર સાથે પ્યાર કરી લે, કેટલા કામ કર્યા છે સારા, સામે કેટલા કર્યા નઠારા, વાર ન કર એ વાતનો તું જલ્દી પલવાર કરી લે૦ ૧. પૂન્ય વધ્યું કે પાપ વધ્યું છે, સરવાળે શું વધ્યું ઘટ્યું છે, તાજવડે એ તોલ કરીને, દિલનો હળવો ભાર કરી લે૦ ૨. પુન્ય વધે તો ગર્વ ન કરજે, પાપ વધે તો હિંમત કરજે, માફી માગી જિનવર પાસે, પાપનો તું એકરાર કરી લે૦ ૩. ભુલ બધી તું ભુલી જાજે, કદીન ભૂલી કબૂલી જાજે, અપકારી પર ઉપકાર કરી આ, જીવન નૈયા પાર કરી લે૦ ૪. મોંઘા માનવ વન ફુલવાડી કંઈ સાથે જે ફુલ ઝાડી, જીવન ઝરમરનો થઈ માળી, વાડીને ગુલઝાર કરી લે૦ ૫. આ જીવન છે છેલ્લો ફેરો, ચુકવી દે સહુનો કરવેરો, લેતી દેતી પતાવી આતમ, પરમાતમ એકતાર કરી લે૦ ૬.
૬ (૨૪) “નવપદ મહિમા”
નવપદ મંગલ મંત્ર નિધાન, પતિત પાવન યંત્રનું ધ્યાન ભજ પ્યારે તું નવપદ ધ્યાન, ક્રોડો ભવના પાપતોફાન, ક્ષણ ક્ષણ વિણસે ધરતાં ધ્યાન૦ ૧. અરિહંત શાસન વિશ્વે પ્રમાણ. સિદ્ધ નિરંજન તારકમાન, સૂરિ ઉવજ્ઝાય સાધુ જાણ, જેહ બને જયવંત સુકાન. સમિકત જ્ઞાનને ચરણ વિધાન, તપથી વિઘ્ન હરણ મંડાણ, ગુલાબ સુગંધથી લબ્ધિ લહાણ, દિવ્ય લહે જીતેન્દ્ર વિજ્ઞાન, નવપદ મંગલ મંત્ર નિધાન, પતિત પાવન યંત્રનું ધ્યાન.
(૨૫) વીર ઉપસર્ગ
વિષ ભરીને વિષધર સૂતો, ચંડકોશિયા નામી, મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી. જાશો મા પ્રભુ પંથ
૫૨૦