________________
પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
અવની પર આકાશ રહે તેમ કરજો (૨) મુજ પર છાયા નિશદિન અંતર રમતી રહેજો (૨) પ્રભુજી તમારી માયા, ચમક ચમક ચમકારો રે, તારા મુખડાનો મલકારો રે. મારા૦ ૨ ઉષા સંધ્યાના રેશમ દોરે (૨) સૂરજ ચંદા ઝુલે, ચડતીને પડતીના ઝુલે, માનવ (૨) સઘળા ઝુલે, સનન સનન સનકારો રે, તારી વાણીનો રણકારો રે, મારા૦ ૩. તું છે માતા તું છે પિતા (૨) તું છે જગનો દીવો, ત્રિશલાના નાનકડાં નંદન જગમાં (૨) જીગ જુગ જીવો. સનન સનન સનકારો રે, મુજ પ્રાણ થકી તું પ્યારો રે. મારા૦ ૪.
(૨૧) આતમનું મોતી
માયા સંસારમાં રંગતાલી રમતાં આતમનું મોતી ખોવાણુંજી (૨) કોને કહેવાય ના (પ્રભુ) હવે સહેવાય ના અમથી સહેવાય ના સગાસંબંધીથી દૂર જવાયના, મોહ માયામાં ન જોવાણું રે. આતમ૦ ૧. સત્ય મુકીને અસત્યે રમ્યા, મોહમાયાને કદી ના દમીયા, ફેલાવ્યું જગમાં જુઠાણું રે. આતમ ૨. કાળા કર્મોના મુકાવ્યા દેવા હવે મેળવવા શિવસુખના મેવા, જીવનનું ધન લુંટાણુંજી. આતમ૦ ૩. રમીયો સદા હું સંસાર રંગે, રાહી હવે આવ્યો છું આપના સંગે, ભક્તિનું કરો લ્હાણું રે. આતમ૦ ૪.
(૨૨) અંધારાનો દીવડો દૂ
તું છે મારો કલ્પવૃક્ષ ને હું છું તારી વેલ, જગમાં એક જ દીઠી તારી મૂર્તિ રે; અલબેલી, પગલા તારા પાવનકારી, પૂજતા પાપ ધોવાય; જગ ઉપકારી હાથ તુમારા શિરે રહો સુખદાય, તું છે માહરો સાહિબો ને હું છું તારી સાહેલી જગમાં૦ ૧. અમૃત ઝરતાં નયને પ્રભુજી, નીરખી લ્યો એકવાર જીવનનું સો કાજ સરે ના, પહોચું હું ભવપાર; તું છે મારો સુખસિંધુ ને, હું સરિતા ગુણઘેલી. જગમાં૦ ૨. દિવ્ય ભાલ દીસે છે તારૂં, ટીલડીનો ટમકાર, મનહર મુખડું જોતા મારે હૈયે હર્ષ અપાર. તું છો મારો રંગરસીયો ને, હું તુજ ગુણ રસધેલી. જગમાં૦ ૩. કંઠ સુકોમલ
૫૧૯