________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સો હજાર કે લાખ મળે તોય નહિ શાંતિ, સોનું રૂપું હીરા હોય પણ દિલમાં સદા અશાંતિ, નિંદરમાં પણ દ્રવ્ય દેખીને ઝબકી જઈએ જાગી. ૧ રાજપાટને ખાટ સુંવાળાં બધું હતું તૂજ પાસે, લાડી વાડી ને ગાડી કેરા વૈભવ ભર્યા વિલાસે; સાચું પૂછો તો અમે માગીએ તે જે દીધું ત્યાગી. ૨
EE (૧૩) કથીરમાંથી કાંચન 95. પારસનાથને પૂજતાં રે, ભવો ભવના દુઃખ જાય, પારસમણીને સ્પર્શતાં રે, કથીર કાંચન થાય; જીવન જેનું પર ઉપકારી, કંઈક જીવોને લીધાં ઉગારી, ગુણ પ્રભુના ગાવતાં રે, ઘર ઘર મંગળ થાય. ૧ બળતાને શીતળતા આપે, જન્મ મરણની જાળને કાપે; ભાવે ભાવના ભાવતાં રે, ભવથી તરી જવાય. ૨ મોક્ષનગરનો માર્ગ બતાવે, પ્રેમનો સંદેશ સંભળાવે; ધ્યાન ધરીને ધ્યાવતાં રે, પદ નિર્વાણ પમાય. ૩
F (૧૪) “ખીલા ઠોકાણાં” | ખીલા ઠોકાણાં રે વીરના કાનમાં, ઓલ્યો ભૂલ્યો ભરવાડ એ અજ્ઞાનમાં! આંખડી ઢાળી આતમ ધ્યાને ઉભા રહ્યા પ્રભુ વીર, બળદ અમારા સાચવજે અલ્યા જોગીડા તું લગીર ! હા કહી ના, ના કહી ના વીર ઉભા નિજ ધ્યાનમાં ! બળદ બિચારા ચરવા ચાલ્યા, નીકળ્યા દૂર ને દૂર, ભાળ્યાં નહિ ભરવાડે જ્યારે, ક્રોધે ભરાયો ભરપુર. “કાન બળ્યા છે ખાલી કાણાં? સમજાવું અબ ઘડી શાનમાં!' ખીલા ભારી લાવ્યો રબારી, ઘાલ્યા પ્રભુને કાન, દુઃખ પડ્યું પણ દ્વેષ ન પ્રગટ્યો, સમતા ધરે ભગવાન, પ્રાણી માત્રમાં એક જ સરખો, પ્રેમ વસે છે જેના પ્રાણમાં.
૫૧
૫૧ ૬