________________
પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
૬ (૧૫) રંગ લાગ્યો
રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે, વીર તારી વાણી કેરો રંગ લાગ્યો રે, અમને લાગ્યો, તમને લાગ્યો, સૌને લાગ્યો રે. વીર તારી0 ઓલી ઉષાના રંગ, ઓલી સંધ્યાના રંગ એના રંગથી અધિકો મને રંગ લાગ્યો રે. હાંહા૦ ૧. પેલામાનવે જોને માયા મુકી દીધી. તારી વાણીને ઝુકી ઝુકી હૈયે લીધી, મેલા હૈયાને રંગનાર, કોઈ ચિતારો આવ્યો રે, એનો રંગ લાગ્યો રે. વીર તારી૦ ૨. પેલા અનંગેચળાવ્યા જેના ચિત્તડાં હતા, તારા રંગે રંગાવ્યા એના મનડા હતાં, એના આંખોના અવિકારીએ અજન લાગ્યો રે એનો રંગ લાગ્યો રે. વીર તારી૦ ૩. પેલા ક્રોધે સળગેલા જેના અંતર હતાં, રાગ દ્વેષે રમાડ્યા જે નિરંતર હતા ધોવા અંતરના મેલ, મેઘ અષાઢી આવ્યો રે; એનો રંગ લાગ્યો રે. વીર તારી૦ ૪.
(૧૬) કરીએ એવા કામ
અમે કરીએ એવા કામ, લાજ આવે રે લેતા તારૂં નામ, અમૃત દીધું પણ નહી પીધું; ઝેરના ભરીયે જામ. અમે૦ ૧. ભાવ વિનાની કરીયે ભક્તિ, છૂપાવીએ તન મનની શક્તિ, મનને ઘોડે તન આ દોડે, એને નથી લગામ. અમે૦ ૨. ધનને ખાતર ધર્મ વેચીએ, કુટીલ કર્મની કીર્તિ લહીએ, તનનાં ઉજળાં મનના મેલાં જુઠો ડોળ તમામ. અમે૦ ૩.
૬ (૧૭) પારસ કરજે
આ પત્થર દિલને પારસ કરજે, પ્યારા પારસનાથ, કથિરને તું કંચન કરજે, પ્યારા પારસનાથ, કામ ક્રોધના કાજળથી રંગી છે કાળી કાયા, મોહ લોભ ને મદ મત્સરથી, લાગી મુજને માયા, આતમને ઓજસથી ભરજે પ્યારા પારસનાથ, ૧.સુખ મેળવવા સારી જીંદગી સળગતો સંસારે, દિલનો દીપ બુઝાઈ દઈને, ભટકતો સંસારે, પ્રેમ પુણ્યનો પ્રકાશ ધરજે પ્યારા પારસનાથ. ૨.
૫૧૭