________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
H (૮) “શ્રદ્ધાદીપ” Fા નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે બુઝાય ના;
સ્વારથનું સંગીત ચારેકોર ગાજે, કોઈ નથી કોઈનું દુનિયામાં આજે; તનનો તંબૂરો જો જે બેસુરો થાય ના. ૧ પાપને પુન્યના ભેદ રે ભૂસાતા, રાગ ને દ્વેષ આજે ઘર ઘર ઘૂંટાતા, જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના. ૨ શ્રદ્ધાના દીવડાને ઝલતો જ રાખજે, નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે; મનના મંદિરે જોજે અંધારું થાય ના. ૩
5 (૯) ભિક્ષા અને દીક્ષા 5
ઓલી ચંદનબાળાને બારણે પ્રભુ આવી ઉભા છે પારણે, એનું જીવતર ધન્ય ધન્ય થાય એના દુઃખના દહાડા વીત્યા રે, એણે દર્શન દેવનાં કીધા રે. એનું૦ ૧.પાંચ પાંચ માસના ઉપવાસ માથે, પચ્ચીશ દિવસના વાણા વાયા, ઘેર ઘેર ઘૂમતાં તો યે પ્રભુને, ભોજન મળે ના મન માન્યાં; કઈ મોદક મીઠા લાવતા, કોઈ પકવાન પ્રેમે આપતા. તો યે પ્રભુજી પાછા જાય. એનું ૨. મેવા મીઠાઈ પડતાં મૂકીને, લીધા અડદના બાકુલા બંધન ટુટ્યાં જન્મો જન્મના, અંતરના ઉઘડ્યાં બારણાં, એની ભિક્ષા પ્રભુએ લીધી રે; અને આશિષ ઉરની દીધી રે. એનું ૩. રાજપાટ છોડીને રઝળેલી કુંવરીનું, કિસ્મત ફરીથી ઉઘડી ગયું, ભિક્ષા દીધીને દીક્ષા લીધી, એનું
જીવતર અનેરૂં ઉજળી ગયું, એણે મારગ વીરનો લીધો રે, અને મનખો ઉજ્જવળ કીધો રે. એનું. ૪.
૫૧ ૪